ગુજરાત સહિતની કોર્ટાેમાં ૧૬.૪૮ લાખ અને હાઇકોર્ટમાં ૧.૭૪ લાખ કેસ પેન્ડિંગ

ગાંધીનગર, કોર્ટમાં કેસ જાય તે પછી અનેક કિસ્સામાં વર્ષાે સુધી વિવિધ કારણસર નિકાલ આવતો નહીં હોવાની પક્ષકારોની ફરિયાદ ઉઠતી રહે છે. તેનું કારણ એ છે કે ગુજરાતની જિલ્લા અને તેને આધીન કોર્ટાેમાં કુલ ૧૬.૪૮ લાખ જેટલા કેસ પેન્ડિંગછે. તો ગુજરાત હાઇકોર્ટમાં ૧.૭૪ લાખ જેટલા કેસ પેન્ડિંગછે. ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટમાં ૫૩૧૫ જેટલા કેસ પેન્ડિંગછે.
ગુજરાત સહિત દેશમાં લગભગ તમામ રાજ્યમાં વિવિધ પ્રકારની કોર્ટમાં મોટાપાયે કેસો પેન્ડિંગછે. જેમાં કેટલાક કેસ વર્ષાે જૂના છે. સરકાર અને કોર્ટ દ્વારા તેના ઝડપી ઉકેલ માટે સતત પ્રયાસ અને લોક અદાલત થકી પણ વધુ કેસનો નિકાલ કરવાની કામગીરી છતાં પેન્ડિંગકેસનું ન્યાય તંત્ર ઉપર ભારણ યથાવત છે.
લોકસભામાં ૧ ઓગસ્ટે વિધિ અને ન્યાય મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ૨૮-૭-૨૦૨૫ની સ્થિતિ મુજબ અપાયેલી માહિતી પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં ૮૬,૮૪૪, રાજ્યોની વિવિધ હાઇકોર્ટમાં કુલ ૬૩,૩૨,૨૫૬ અને જિલ્લા તેમજ તેના હસ્તકની વિવિધ કોર્ટમાં કુલ ૪,૬૬,૬૯,૬૨૪ કેસ પેન્ડિંગછે. તેમાંથી ગુજરાતમાં જિલ્લા અને તેને હસ્તકની કોર્ટમાં કુલ ૧૬,૪૮,૫૦૯ કેસ અને હાઇકોર્ટમાં ૧,૭૪,૮૨૦ કેસ મળીને કુલ ૧૮,૨૩,૩૨૯ કેસ પેન્ડિંગ છે.
ગુજરાતમાં પોક્સો સહિતના કેસ માટે કુલ ૩૫ ફાસ્ટ ટ્રેક સ્પેશીઅલ કોર્ટ કાર્યરત છે. જેમાં જુન-૨૦૨૫ સુધીમાં અત્યાર સુધી ૨૧,૯૩૧ કેસ આવ્યા છે તેમાંથી ૧૬,૬૧૬ કેસનો નિકાલ આવ્યો છે.
ગુજરાતમાં ફાસ્ટ ટ્રેક સ્પેશીઅલ કોર્ટમાં બળાત્કાર અને પોક્સોના કેસના નિકાલની માહિતી પણ લોકસભામાં અપાઇ છે. તે મુજબ ગુજરાતમાં બળાત્કારનો કેસ હોય તો કેસની ટ્રાયલ અને તેનો નિકાલ સરેરાશ ૧૭૧૬ દિવસમાં થાય છે જ્યારે પોક્સોનો કેસ ૮૬૯ દિવસમાં નિકાલ કરાય છે.
અન્ય રાજ્યમાં બળાત્કારના કેસનો નિકાલ મધ્યપ્રદેશમાં સરેરાશ ૩૬૫ દિવસમાં, હિમાચલ પ્રદેશમાં ૪૦૭ દિવસમાં, ઓરિસ્સામાં ૪૩૯ દિવસમાં, ઉત્તરપ્રદેશમાં ૬૦૬ દિવસમાં, દિલ્હીમાં ૧૫૬૨ દિવસમાં, છત્તીસગઢમાં ૩૬૫ દિવસમાં ઉકેલ આવે છે. તો પોક્સોના કેસમાં અન્ય રાજ્યમાં આંધ્રપ્રદેશમાં સરેરાશ ૨૫૭ દિવસમાં, છત્તીસગઢમાં ૩૦૦ દિવસમાં, હરિયાણામાં ૫૪૫ દિવસમાં, કેરળમાં ૫૯૪ દિવસમાં, મધ્યપ્રદેશમાં ૩૯૫ દિવસમાં, મહારાષ્ટ્રમાં ૫૭૫ દિવસમાં ઉકેલ આવે છે.SS1MS