લાહોરમાં ઈસ્લામાબાદ એક્સપ્રેસના ૧૦ ડબા પાટા પરથી ખડી પડ્યા

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના લાહોર નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જા હતી. લાહોર નજીક ઇસ્લામાબાદ એક્સપ્રેસના લગભગ ૧૦ ડબ્બા પાટા ખડી પડ્યા હતા. અત્યાર સુધી કોઈ મુસાફરના મૃત્યુના અહેવાલ નથી, પરંતુ અકસ્માતમાં ૩૦ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
આ ટ્રેન લાહોરથી રાવલપિંડી માટે રવાના થઈ હતી. લાહોરથી થોડા કિલોમીટર દૂર શેખુપુરામાં કાલા શાહ કાકુ ખાતે તે પાટા પરથી ઉતરી ગઈ હતી.અહેવાલો અનુસાર, શુક્રવારે સાંજે ઈસ્લામાબાદ એક્સપ્રેસ અકસ્માત ત્યારે થયો જ્યારે ટ્રેન લાહોરથી રાવલપિંડી જતી હતી. આ અકસ્માતમાં ૩૦ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘણાં મુસાફરોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
અકસ્માત બાદ તરત જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતનું કારણ શોધવા અને ૭ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.અગાઉ વર્ષ ૨૦૨૩માં પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જા હતી.
સિંધ પ્રાંતના નવાબશાહમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં લગભગ ૩૦ મુસાફરોના મોત થયા હતા. વર્ષ ૧૯૯૦માં પણ એક ટ્રેન દુર્ઘટનામાં ૨૦૦થી ૩૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ ૭૦૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ટ્રેનમાં ૧૪૦૦ લોકોને લઈ જવાની ક્ષમતા હતી, પરંતુ તેમાં ૨,૦૦૦ મુસાફરો હતા. તે દરમિયાન બનેલી આ અકસ્માતને અત્યાર સુધીના સૌથી ખતરનાક અકસ્માતોમાંનો એક માનવામાં આવે છે.SS1MS