સરદાર સરોવર ડેમ સિઝનમાં પહેલીવાર વો‹નગ સ્ટેજ પર: સપાટી ૧૩૧.૯૨ મીટરે

અંકલેશ્વર, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર બનેલા સરદાર સરોવર ડેમામાં મધ્ય પ્રેદશથી સતત પાણીની આવક થઇ રહી છે. જેથી આજે સાંજે ડેમના વધુ ૫ દરવાજા ખોલી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
હાલ ડેમના કુલ ૨૩ દરવાજામાંથી ૧૫ દરવાજા ખોલી ૩ લાખ ૨૭ હજાર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.
નર્મદા કાંઠાના ૨૭ ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.મધ્ય પ્રદેશના ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાં નવા નીર આવ્યા છે.
જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ પાણી ગુજરાતમાં કેવડિયા કોલોની સ્થિત નર્મદા ડેમમાં આવી રહ્યું છે. જેથી સરદાર સરોવરનું રુલ લેવલ જાણવવા માટે ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલ સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી ૩,૨૭,૫૪૪ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમના ૧૫ દરવાજા ખોલી ૩.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણીની જાવક ૨.૯૬,૮૭૫ ક્યુસેક છે.
હાલ નર્મદા ડેમની સપાટી ૧૩૩.૨૫ મીટરે પહોંચી અને દર કલાકમાં ૧૫ સેન્ટીમિટરનો વધારો થઇ રહ્યો છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને પગલે નર્મદા ડેમ વો‹નગ સ્ટેજ પર આવી ગયો છે.
નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો ૭૯૯૭.૯૦ એમસીએમ છે. પાણીની આવક થતા આરબીપીએચ ૫ ટર્બાઇન અને સીએચપીએચના ૨ ટર્બાઇન ચાલુ છે અને ડેમ ૮૧.૫૦ ટકા ભરાયો છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે ૧૧.૩૦ કલાકે નર્મદા ડેમ તંત્ર દ્વારા પ્રથમ ૫ ગેટ ખોલવામાં આવ્યા હતા. બપોર બાદ બીજા ૫ ગેટ ખોલી કુલ ૧૦ ગેટ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
જ્યાર બાદ આજે વધુ ૫ ગેટ એમ કુલ ૧૫ ગેટમાંથી હાલ નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદીના જળસ્તરમાં વધારો થયો છે.૨૦૧૯માં પ્રથમવાર ડેમ છલોછલ ભરાયો અને ત્યારે નર્મદાના ૨૩ ગેટ ખોલી લાખો ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું હતું.
ત્યાર પછી, ૨૦૨૦, ૨૦૨૧, ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫ એમ છઠ્ઠી વાર ગેટ ખુલ્યા છે. ૨૦૨૧માં વરસાદ નબળો થતા ડેમ સંપૂર્ણ ભરાયો નહોતો. આ વર્ષે એક મહિનો વહેલા ડેમ છલોછલ થઇ ગયો છે.ભરૂચ જિલ્લા પ્રશાસને કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવા સૂચના જારી કરી છે.
બપોરે ગોલ્ડનબ્રિજ ખાતે જળ સપાટી ૧૩ ફૂટ નોંધાઇ હતી. ગોલ્ડનબ્રિજે નદીનું વોર્નીગ લેવલ ૨૨ ફૂટ અને ભયજનક સપાટી ૨૪ ફૂટ રહેલી છે. શુક્રવારે સાંજે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૯૨ મીટરે પોહચી હતી. ડેમ તેની સર્વાેચ્ચ સપાટી ૧૩૮.૬૮ મીટરથી ૬.૭૬ મીટર જ દૂર છે. જળસંગ્રહ જળાશયમાં ૮૦ ટકાને પાર કરી ગયો છે.SS1MS