તાપી જિ.માં લમ્પી વાયરસ ફરી દેખાયો, ૨૦ ગામોમાં ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા

સુરત, તાપી જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીઝ (લમ્પી વાયરસ) એ ફરી એકવાર માથું ઉચક્યું છે. જીલ્લાના વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, ડોલવણ અને નિઝર સહિતના તાલુકાના ૨૦ ગામોમાં આ વાયરસના લક્ષણો ધરાવતી ગાયો મળી આવી છે.
હાલમાં કુલ ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી ૬ પશુઓ રિકવર થઈ ચૂક્યાં છે. રાહતની બાબત એ છે કે અત્યાર સુધી આ રોગને કારણે કોઈ પશુના મૃત્યુ નથી નોંધાયું.તાપી જીલ્લામાં ખેતી પછી પશુપાલન એ લોકોનો.મુખ્ય વ્યવસાય છે ત્યારે તાજેતરમાં પશુઓમાં થતો રોગ લમ્પી વાયરસે તાપી જિલ્લામાં પગ પેસારો કરીને પશુપાલકોની ચિંતામાં વધારો કરી દીધો છે.
બીજી તરફ પશુપાલન વિભાગે રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં કુલ ૧,૨૧,૫૮૩ પશુઓનું રસીકરણ પૂરું કરી લેવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે.
પશુપાલકોને સાવચેત રહેવા અને શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સંપર્ક કરવા અપીલ કરાઈ છે.લમ્પી વાયરસનો ચેપ અટક્યો નથી તેવું કહેતા ઇન્ચાર્જ મદદનીશ પશુ નિયામક ડો. રવિ ગોંડલિયાએ કહ્યું હતું કે, પશુપાલકોને વિનંતી છે કે, જો તેમના પશુઓમાં તાવ, ગાંઠ દેખાય, દુર્બળતા કે દુધ ઉત્પાદન ઘટે તો તરત નજીકના પશુ તબીબનો સંપર્ક કરે. નિયત કેન્દ્રો પર પહોંચી રસી આપાવવી અને ઈલાજમાં વિલંબ નહી કરવો.SS1MS