‘વિશ્વગુરૂ’: જાણીતા કલાકારોના દમદાર અભિનયથી સજ્જ ગુજરાતી ફિલ્મ

જૂઓ ટ્રેલર
વિશ્વગુરુ બનવું છે… તો પહેલું યુદ્ધ – અંદરના અંધકાર સામે જીતવું પડશે!
વિસરાઈ જતાં આપણા સંસ્કાર અને સંસ્ક્રૃતિને ઉજાગર કરતી એક વાત એટલે વિશ્વ ગુરૂ. પાશ્ચાત્ય સંસ્ક્રૃતિના રંગે રંગાઇ વ્યસની બની ગયેલા આજના ભારતના યુવાધનને પાછા મૂળભૂત સ્વરૂપ લાવવા માટેની લાલબત્તી એટલે ફિલ્મ વિશ્વ ગુરૂ.
Ahmedabad, વિશ્વગુરૂ ગુજરાતી ફિલ્મ એ એક સામાજિક, રહસ્યમય સંદેશ ધરાવતી ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે વિદેશી સંગઠનો ભારતના વિકાસને રોકવાનો પ્રયાસ કરે છે, અને ભારતના યુવાનોને મોબાઈલ, ઓટીટી, ડ્રગ્સ જેવી આદતો પડાવીને ભારતને આગળ વધતું અટકાવવું તેમનો ધ્યેય છે. પરંતુ ભારતના યુવાનોની શુદ્ધ બુદ્ધિ અને પુરાતન દંતકથાઓના દિશાનિર્દેશોથી વિદેશી સંગઠનોનો સામનો કરે છે. મુખ્યત્વે, શ્રીમદ સ્વરવેદ જેવા શાસ્ત્રો અને ભારતીય વિચારધારા દ્વારા દેશની આત્મબળની ભાવના ઉજાગર થાય છે.
ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરૂ’એ ગુજરાતના ફિલ્મ જગતમાં એક નવી ઓળખ ઊભી કરી છે. 1 ઑગસ્ટ, 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ વિદેશી સંગઠનોની સામે ભારતના આત્મબળ અને પુરાતન સંસ્કૃતિના પ્રભાવને રોમાંચક ઢબે રજૂ કરે છે.
ગુજરાતના જાણીતા કલાકારો ગૌરવ પાસવાલા, કૃષ્ણા ભારદ્વાજ, મુકેશ ખન્ના, રાજીવ મહેતા અને શ્રદ્ધા ડાંગરના અભિનયે ફિલ્મને વિશિષ્ટ ઊંચાઈ આપી છે. ‘શક્તિમાન’ ફેમ મુકેશ ખન્નાનું પાવરફુલ પરફોર્મન્સ અને ‘તેનાલી રામા’થી જાણીતા કૃષ્ણા ભરદ્વાજની ઍક્ટિંગ વિશેષ પ્રશંસા પામી છે.
ફિલ્મની વાર્તા આધ્યાત્મિક વિચારો, ભારતીય ગ્રંથો અને આધુનિક યુવાનો વચ્ચેના ટક્કર પર આધારિત છે. દિગ્દર્શક અતુલ સોનાર અને શૈલેષ બોખાણીએ ફિલ્મને અસરકારક સંદેશ આપતી બનાવી છે, જયાં આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને ભારતીય મુલ્યો વચ્ચેનો સંવાદ રજૂ થાય છે. સંગીતકાર મેહુલ સુરતીનું સંગીત ફિલ્મને ભાવનાત્મક બનાવે છે.
એક વિદેશી સંસ્થા ભારતની પ્રગતિને અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે, જેમાં તે વિભાજન (ભેદ), આર્થિક દબાણ (દમ), દંડ (દંડ) અને પ્રપંચ (શામ) જેવી અનેક સ્તરીય વ્યૂહરચનાઓ અપનાવે છે. ફિલ્મનો પ્રથમ ભાગ તેનું સૌથી મજબૂત પાસું છે. પડદા પાછળ ચાલતી ભારતના વિકાસને પછાડવાની આ દુષ્ટ યોજના ભારતની જાસુસી સંસ્થાના દેશભક્તોનું ગુપ્ત સંગઠન પારખી જાય છે, ત્યાંથી વાર્તા અચાનક નવી દિશામાં વળી જાય છે.
પ્રેક્ષકો અને ટીકા-કારોએ ફિલ્મની “ઉંડાણપૂર્વકની વાર્તા, દેશનું ગૌરવ, સંદેશ અને અભિનયના ઉચ્ચ ધોરણ”ને ખુબ જ પસંદ કર્યું છે. ફિલ્મ યુવા અને પારંપરિક બંને વર્ગે પસંદ કરી છે, અને ભારતને વૈશ્વિક સ્તરે ભારતીયત્વ માટે ગર્વ અનુભવાવતી ફિલ્મ તરીકે વખાણ મળી રહી છે.
‘વિશ્વગુરૂ’ ફિલ્મના પાત્રો તરફ નજર નાંખીએ તો, દરેક અભિનેતાની પોતાની ઓળખ અને વિશેષતા છે, જેના કારણે ફિલ્મ વધુ અસરકારક બની છે.
ગૌરવ પડવાલા ‘રોકી દલાલ’ના રોલમાં જોવા મળે છે. જે એક સફળ બિઝનેસમેનનો એરોગન્ટ પુત્ર છે. ગુજરાતી તથા હિન્દી ફિલ્મ અને ટીવી જગતમાં તેઓ એક અનુભવી અને દૃઢ પર્સનાલિટી ધરાવતા અભિનેતા તરીકે ઓળખાય છે. ‘બે યાર’ અને ‘રસૈયા’ જેવી ફિલ્મોમાં પણ તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
કૃષ્ણા ભારદ્વાજે રૂદ્રનું પાત્ર નિભાવ્યું છે. તેઓ હિન્દી સિરિયલ ‘તેનાલી રામા’માં મુખ્ય પાત્રથી ખુબ લોકપ્રિય થયા. તેમનું વિશિષ્ટ અભિનય અને ચહેરો દરેક પ્રકારની ભૂમિકામાં ફિટ બેસે છે.
મુકેશ ખન્ના, જેમણે એક આઈબી ના ઓફિસર તરીકે ‘કશ્યપ’ની ભૂમિકા ભજવી છે, ભારતીય ટીવીના લેન્ડમાર્ક પાત્રો જેમ કે ‘શક્તિમાન’ અને ‘મહાભારત’ના ‘ભીષ્મ પિતામહ’થી જાણીતા થયા છે. આજે પણ તેઓ દેશના ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના પાયાના કલાકાર ગણાય છે.
‘ખિચડી’ના પ્રફુલથી જાણીતા બનેલા અને ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ જેવી સિરિઝથી પ્રખ્યાત બનેલા રાજીવ મહેતા ‘જટાશંકર’ તરીકે એક મજેદાર અને લાગણીસભર પાત્ર આપે છે.
શ્રદ્ધા ડાંગર ‘ ચિત્રા’ના રોલમાં છે. તેણીએ ગુજરાત ફીલ્મ ઈન્ડસ્ટ્રીની યુવા અને ભાવુક અભિનેત્રી છે, જે ‘હેલારું’ જેવી લોકપ્રિય ફિલ્મોમાં ચમકી છે. ‘મુન્ના ભાઈ એમબીબીએસમાં ડો. રુસ્તમના પાત્ર તરીકે જાણીતા બનેલા કુરુશ ડેબૂ ‘રઘુકાકા’ નું પાત્ર ભજવ્યુ છે, અને બિઝનેસમેન રોકી દલાલના સલાહકારની ભૂમિકા ભજવી છે.
ધર્મેશ વ્યાસ ‘વિક્રમ’ના પાત્ર તરીકે નજરે પડે છે, તેઓ ગુજરાતી મૂવીઝ અને નાટકના અનુભવી ચહેરા છે, અને તેમનો વિરોધી પણ પોઝિટિવ ઈમેજ ધરાવે છે. સોનુ ચંદ્રપાળ ‘મેનકા શ્રોફ’ના પાત્રમાં છે, તેઓ ટીવી સીરીયલ્સ અને ફિલ્મોમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
હીના વર્દે ‘લીઝા’નું પાત્ર ભજવ્યું છે, નિસર્ગ ત્રિવેદી ‘અભય રાઠોડ’ના પાત્ર તરીકે સિનેમામાં પોતાની અભિનય શક્તિ દર્શાવી છે. જાણીતા કલાકાર પ્રશાંત બારોટ ‘ડીકે’ તરીકે છે, તેઓ ગુજરાતી થિયેટર અને ફિલ્મ ક્ષેત્રના ભરપૂર અનુભવી અને લોકપ્રિય કલાકાર છે.
ગુજરાતી ટેલીવિઝનના જાણીતા કલાકાર અન્નપૂર્ણા શુક્લાના પુત્ર મકરંદ અન્નપૂર્ણાએ ફિલ્મમાં શિક્ષણમંત્રી તરીકેનો દમદાર રોલ ભજવ્યો છે. આ ઉપરાંત રૂદ્રની માતા તરીકે ભાવીની જાનીએ સુંદર અભિનય આપ્યો છે. વિલન અને કોમેડીયન તરીકે જાણીતા ગુજરાતી કલાકાર ચેતન દહિયાએ પણ ફિલ્મમાં આઈ.બી. એજન્ટ તરીકેની ભૂમિકા ભજવી છે.
Sukrit Production Presents In association with Swastik Motion Picture Productions Vishwaguru – A Gujarati Film
Directed by: Shailesh Boghani Atul Sonar Produced by: Satish Patel Starring: Gaurav Paswala, Krishna Bharadwaj, Mukesh Khanna Nisarg Trivedii, Prashant Barot Makrand Annapurna, Sonu Chandrapal, Shraddha Dangar Heena Jaikishan, Rajiv Mehta, Dharmesh Vyas, Bhavini Jani, Kurush Deboo, Chetan Daiya, Katha G Patel, Bhavya Sirohi, Sonaalee Lele Desai, Arvind Vaidya, krunal pandit, Dr. Padmesh Pandit, Hiytesh Sejpaal, kalpesh patel, Bimal Trivedi, Bhatt Bhushan, Bhaveshh Vissawadia Writer: Kirit G. Patel, Atul Sonar