૭માં ધોરણમાં ૪૫% મેળવનાર ગીતા ગોપીનાથ IMFમાં નંબર ૨ ઓફિસર બની

૧૯૯૪માં દિલ્હી યુનિવર્સિટીની દિલ્હી સ્કુલ ઓફ ઈકોનોમિક્સમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી બાદમાં ૧૯૯૬માં તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી મેળવી
નવીદિલ્હી, ગીતા ગોપીનાથ IMFમાં ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેકટરનું પદ છોડી દીધુ છે અને હવે તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પોતાની કારકિર્દી ફરી શરૂ કરવા જઈ રહી છે. ભારતની આ દિકરી કેટલી શિક્ષિત છે અને અર્થશાસ્ત્રી અને પ્રોફેસર તરીકે ભારતથી અમેરિકા સુધીની તેની સફર કેવી રહી છે.
ગીતા ગોપીનાથનો જન્મ ૮ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયો હતો પંરતુ તે કર્ણાટકમાં મૈસુરમાં મોટી હતી તેના પિતાએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે ગીતાને બાળપણમાં રમત ગમતમાં ખુબ રસ હતો તેણીએ ગિટાર શીખી હતી અને ફેશન શોમાં પણ ભાગ લીધો હતો પંરતુ તેણીએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે બધુ છોડી દીધુ હતું. IMF says Gita Gopinath leaving at end of August to return to Harvard
ગીતાએ સિવિલ સર્વિસિસમાં કારકિર્દી બનાવવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનુ પસંદ કર્યુ હતું. તેણીએ દિલ્હીની લેડી શ્રી રામ કોલેજ ફોર વુમન (ન્જીઇ)માં પ્રવેશ લીધો અને ત્રણ વર્ષ ટોપ કર્યુ ગીતાએ દિલ્હી યુનિવર્સિટીમાં ટોપ કર્યુ અનેગોલ્ડ મેડલ જીતીને હંગામો મચાવ્યો કારણ કે ન્જીઇએ પહેલીવાર સેન્ટ સ્ટીફરન્સને બે પોઈન્ટથી હરાવ્યું.
ગીતાએ ૧૯૯૨માં દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજ ફોર વુમનમાંથી બીએની ડિગ્રી મેળવી અને ૧૯૯૪માં દિલ્હી યુનિવર્સિટીની દિલ્હી સ્કુલ ઓફ ઈકોનોમિક્સમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી બાદમાં ૧૯૯૬માં તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી મેળવી
અને પછી ૨૦૦૧માં તેમણે પ્રિન્સટને યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી તેઓ દિલ્હી સ્કુલ ઓફ ઈકોનોમિક્સમાં તેમના ભાવિ જીવનસાથી ઈકબાલસિંહ ધાલીવાલને મળ્યા મિત્રતાથી શરૂ થયેલો આ સંબંધ પ્રેમમાં પરિણમ્યો અને બંનેનાલગ્ન થયા હવે આ દંપત્તિને એક સુંદર પુત્ર પણ છે જેનો જન્મ ૨૦૦૨માં થયો હતો.
અભ્યાસ પૂર્ણ કર્યા પછી ગીતાએ શિકાગો યુનિવર્સિટીની બૂથ સ્કુલ ઓફ બિઝનેસમાં અર્થશાસ્ત્રના સહાયક પ્રોફેસર તરીકે કારકિર્દી શરૂ કરી ૨૦૦૫માં ગીતા ગોપીનાથ હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાયા આ ઉપરાંત તેઓ ૨૦૧૬-૧૮ સુધી કેરળના મુખ્યમંત્રીના આર્થિક સલાહકાર હતા અને કેન્દ્રીય નાણાં મંત્રાલય માટે જી-૨૦ બાબતો પર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સલાહકાર જુથના સભ્ય તરીકે પણ સેવા આપી છે.
ઓકટોબર ૨૦૧૮માં ગીતા ગોપીનાથને આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આ સેવા માટે પસંદ થનારા પ્રથમ મહિલા છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૨માં, તેમને પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેકટર તરીકે બઢતી આપવામાં આવી હતી. હવે તેમના રાજીનામાંથી અર્થતંત્રના કોરિડોરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.