Western Times News

Gujarati News

B.Com.ના વિદ્યાર્થીઓ માટે “Understanding IFSC and SEZs:” વિષય પર એક વિશેષ સત્રનું આયોજન

GLS યુનિવર્સિટી દ્વારા 2 ઓગસ્ટ, 2025ના રોજ B.Com. (Fintech) અને ACCA કાર્યક્રમના વિદ્યાર્થીઓ માટે “Understanding IFSC and SEZs: Gateway to Global Financial Integration” વિષય પર એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સત્રમાં GIFT Cityના બે પ્રતિષ્ઠિત વિશેષજ્ઞોએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી – શ્રી યોગેશ બોબાડે (જનરલ મેનેજર, GIFT Company Ltd.) અને શ્રીમતી તેજસ્વિની અખાવત (સિનિયર મેનેજર, GIFT City). સત્રનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક જ્ઞાન અને વૈશ્વિક નાણાકીય માળખાના વાસ્તવિક કાર્યો વચ્ચેનો તફાવત ઘટાડવાનો હતો. વિદ્યાર્થીઓને International Financial Services Centres (IFSCs) અને Special Economic Zones (SEZs) ના નિયમનાત્મક, ઓપરેશનલ અને વ્યૂહાત્મક પાસાઓ સાથે પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ખાસ કરીને ભારતના અગ્રગણ્ય નાણાકીય કેન્દ્ર – GIFT City – પર ભાર મૂકાયો હતો.

શ્રી યોગેશ બોબાડેએ SEZs વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે SEZ Act, 2005 હેઠળ આપવામાં આવતા કાનૂની અને કરસબંધ ફાયદાઓની ચર્ચા કરી. SEZs ને નિકાસ, ઉત્પાદન અને નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રોમાં વિકાસને પ્રોત્સાહન આપતાં ખાસ વિસ્તારમાં તરીકે વર્ણવ્યા. તેમણે ઉદાહરણો દ્વારા સમજાવ્યું કે SEZs વ્યવસાય માટે ખર્ચ ઘટાડવામાં અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવામાં કેવી રીતે મદદરૂપ થાય છે. તેઓએ GIFT Cityની કામગીરીમાં SEZ નીતિની ભૂમિકા પણ સ્પષ્ટ કરી.

શ્રીમતી તેજસ્વિની અખાવતેએ IFSCs અંગે સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યો. તેમણે IFSCsની સ્થાપના, ધ્યેય અને International Financial Services Centres Authority (IFSCA) દ્વારા નિયંત્રિત નિયમનાત્મક માળખા અંગે ચર્ચા કરી. તેમણે સમજાવ્યું કે IFSC કેવી રીતે પાર-સરહદી નાણાકીય સેવાઓ, વિદેશી કરન્સી વ્યવહારો અને વૈશ્વિક રોકાણોને સક્ષમ બનાવે છે. તેમનાં અભિવક્તિમાં બેન્કો, ફંડ મેનેજર્સ, ઈન્શ્યોરન્સ કંપનીઓ અને ફિનટેક ફર્મોની IFSC ઈકોસિસ્ટમમાં ભાગીદારીની ચર્ચા કરવામાં આવી હતી અને તેના થકી વિદ્યાર્થીઓ માટે ઉભી થતી તકોને ઉજાગર કરવામાં આવી.

બંને વિશેષજ્ઞોએ IFSC અને SEZ ની નીતિઓ કેવી રીતે પરસ્પર જોડાયેલી છે અને ભારતને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર બનાવવા માટે આ રીતો કેવી રીતે સહાયક બની રહી છે તેની સ્પષ્ટ સમજ આપી. તેમણે ભારતના વૈશ્વિક નાણાકીય ભવિષ્યના માર્ગનકશા અને વિદ્યાર્થીઓ માટે ઊભી થતી વ્યાવસાયિક તકોની પણ ચર્ચા કરી.

વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય બેંકિંગ, ફંડ એડમિનિસ્ટ્રેશન, પાર-સરહદી કરપાત્રતા અને અનુરૂપતા, જોખમ વ્યવસ્થાપન અને ફિનટેક નાવોત્તમતા જેવી અનેક ક્ષેત્રીય તકોથી પરિચય મેળવ્યો. આ સત્રથી વિદ્યાર્થીઓએ નિયમનાત્મક માળખું, વ્યવસાયને સરળ બનાવવા માટેની વ્યવહારૂ રીતો અને GIFT Cityમાં કાર્યરત નાણાકીય સંસ્થાઓની કાર્યપદ્ધતિઓ અંગે ઉંડાણપૂર્વક સમજ મેળવી. સાથે જ તેમણે ઓળખી શકાયું કે Fintech અને ACCA જેવા અભ્યાસક્રમો તેમના કારકિર્દી માટે કેવી રીતે સુસંગત છે.

સત્ર અંતે  Q&A સેશન યોજાયું, જેમાં વિદ્યાર્થીઓએ IFSCમાં કારકિર્દીના માર્ગો, GIFT Cityમાં સ્ટાર્ટઅપ અને ફિનટેક ઈનોવેશન તેમજ ઇન્ટર્નશીપ અને પ્લેસમેન્ટ તકો વિશે પ્રશ્નો પૂછ્યા. આ સત્ર વિદ્યાર્થીઓ માટે વિશેશ અનુભવ રહ્યો, જેમાં તેમને ઉદ્યોગના નિષ્ણાતો સાથે સીધો સંવાદ કરવાની તક મળી અને તેમના શૈક્ષણિક જ્ઞાનની વાસ્તવિક વ્યાખ્યાઓ જોઈ શકાઈ. ફેકલ્ટી ઓફ કોમર્સ આવા અર્થપૂર્ણ શૈક્ષણિક અનુભવ અપાવવાનું ધ્યેય ધરાવે છે જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉદ્યોગ તૈયારીને પ્રોત્સાહન આપે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.