Western Times News

Gujarati News

એરપોર્ટ પર લગેજ બાબતે માથાકુટઃ વાંક કોનો એરલાઈન કર્મચારીનો કે આર્મી જવાનનો (જૂઓ વિડીયો)

આર્મી જવાને સ્પાઈસ જેટના ૪ સ્ટાફ મેમ્બર્સ પર હુમલો કેમ કર્યો -સ્ટાફ મેમ્બર્સને ગંભીર ઈજાઓ પહોંચીઃ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી

(એજન્સી)નવી દિલ્હી, શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર એસજી-૩૮૬ના બોર્ડિગ ગેટ પર આર્મી ઓફિસરે સ્પાઈસ જેટના કર્મચારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, ૨૬ જુલાઈ ૨૦૨૫ના દિવસે બનેલી આ ઘટનામાં એરલાઇન્સના ચાર કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. SpiceJet is saying the assaulter is Sr Army Officer

આ મામલે સ્પાઈસ જેટના પ્રવક્તાએ કહ્યું કે, ૨૬ જુલાઈ ૨૦૨૫ના દિવસે, શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર એસજી-૩૮૬ના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે સ્પાઈસ જેટના ચાર કર્મચારીઓ પર ગંભીર હુમલો કર્યો હતો. અમારા કર્મચારીઓને લાતો અને મુક્કા મારવામાં આવ્યા હતા, જેના કારણે કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું અને એક કર્મચારીને જડબામાં ગંભીર ઇજાઓ થઈ હતી.

એરલાઇન્સે જણાવ્યું હતું કે, સ્પાઈસ જેટનો એક કર્મચારી બેભાન થઈ ગયો હતો, પરંતુ મુસાફરે બેભાન કર્મચારીને પણ લાતો, મુક્કા મારવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન, બીજો કર્મચારી તેના બેભાન સાથીદારને મદદ કરવા માટે નીચે ઝૂક્્યો, ત્યારે આ શખસે તેને જડબા પર જોરથી લાત મારી, જેના કારણે તેના નાક અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એક મુસાફર જે એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતો, કુલ ૧૬ કિલો વજનના બે કેબિન સામાન લઈને જઈ રહ્યો હતો, જે ૭ કિલોની મર્યાદા કરતાં બમણાથી વધુ હતો. જ્યારે તેને વધારાના સામાન વિશે નમ્રતાપૂર્વક જાણ કરવામાં આવી અને લાગુ ફી ચૂકવવાનું કહેવામાં આવ્યું,

ત્યારે મુસાફરે ઇનકાર કર્યો અને બોર્ડિગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બળજબરીથી એરોબ્રિજમાં ઘુસી ગયો- જે ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું. ત્યારબાદ સીઆઈએસએફનો એક અધિકારીએ તેને ગેટ પર પાછો લઈ ગયો.

ગેટ પર, મુસાફરનું વર્તન વધુ આક્રમક થઈ ગયું અને તેણે સ્પાઈસ જેટના ચાર ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યો પર હુમલો કર્યો. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એરલાઇને નાગરિક ઉડ્ડયન નિયમો અનુસાર આ મુસાફરને નો-ફ્લાઇ લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

સ્પાઈસ જેટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને પોતાના કર્મચારી પર થયેલા હુમલાની જાણ કરી છે અને મુસાફર સામે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. એરલાઇને એરપોર્ટ અધિકારીઓ પાસેથી ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવીને પોલીસને સોંપી દીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.