ખાતર અંગેની ફરિયાદ-માટે ખેતી નિયામકની કચેરી દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા

પ્રતિકાત્મક
રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ માટે 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર
ખેડૂતો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતર વિતરણ સંદર્ભે રજૂઆત કરી શકશે
રાજ્યમાં ખાતર ઉપલબ્ધિ તેમજ વિતરણ સંદર્ભે સરળતા રહે અને ખેડૂત સંબંધી રજૂઆત તથા મુશ્કેલી ધ્યાને આવે તે અને તેના ત્વરિત નિરાકરણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે.
ખેતી નિયામક કચેરીની દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ માટે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ ખાતર સંદર્ભે રજૂઆત, ઉપલબ્ધિ અને માહિતી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતો આ સાથે આપેલી યાદીમાં જણાવ્યા મુજબના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતરની ઉપલબ્ધતા, વિતરણ કે અન્ય બાબતો અંગે રજૂઆત કરી શકશે. આ હેલ્પલાઈન નંબર સવારે ૮.૦૦ થી રાત્રે ૮.૦૦ કલાક સુધી કાર્યરત રહેશે, તેમ ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવાયું છે.