Western Times News

Gujarati News

રજિસ્ટર્ડ પોસ્ટની સેવા બંધ કરવામાં આવશેઃ પોસ્ટ વિભાગ

નવી દિલ્હી, ૧લી સપ્ટેમ્બરથી રજિસ્ટર્ડ પોસ્ટ સેવાને હવે સ્પીડ પોસ્ટમાં મર્જ કરવામાં આવશે. એટલે કે હવે ગ્રાહકોને પાર્સલ મોકલવા માટે ફક્ત સ્પીડ પોસ્ટની સુવિધા જ મળશે તેવી જાહેરાત ભારતીય પોસ્ટ વિભાગે કરી છે.

પોસ્ટ વિભાગે જણાવ્યું છે કે આ નિર્ણય પછી પોસ્ટ સર્વિસ ઝડપી અને આધુનિક બનશે.રજિસ્ટર્ડ પોસ્ટ સેવાની સુવિધા વર્ષ ૧૮૫૪થી શરુ કરાઈ હતી. તેના દ્વારા ગ્રાહકો જરુરી ડોક્યુમેન્ટની સાથે કિંમતી સામાન મોકલી શકતા હતા.

જોકે, હવે ૧લી સપ્ટેમ્બરથી રજિસ્ટર્ડ પોસ્ટલેબલ મળશે નહીં. રજિસ્ટર્ડ પોસ્ટ સર્વિસમાં પ્›ફ ઓફ ડિલીવરી અને રિસીવરની સહીની જરૂરિયાત રહેતી હતી, જે હવે સ્પીડ પોસ્ટમાં મળશે. પોસ્ટ વિભાગના વર્ષ ૨૦૧૧-૧૨ના સત્તાવાર આંકડા મુજબ, પ્રતિ વર્ષ રજિસ્ટર્ડ પોસ્ટની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

વર્ષ ૨૦૧૧-૧૨માં રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલાતી ચીજવસ્તુ(આર્ટિકલ) ૨૪ કરોડથી ઘટીને ૨૦૧૯-૨૦માં ૧૮ કરોડ થઈ ગઈ. ૨૫ ટકાનો ઘટાડો ચોખ્ખો દેખાયો છે.

સ્પીડ પોસ્ટ સેવાના દર આ પ્રમાણે રહેશે, જેમાં ૫૦ ગ્રામના પાર્સલ માટે ૨૦૦ કિ.મીના અંતરથી ઉપર રૂ. ૩૫, ૨૦૦ ગ્રામના પાર્સલ માટે ૨૦૦થી ૧૦૦૦ કિમી માટે રૂ. ૪૦, ૧૦૦૦થી ૨૦૦૦ કિમી સુધી માટે રૂ. ૬૦ અને ૨૦૦૦ કિમીથી ઉપર માટે રૂ.૭૦ ચાર્જ લાગશે.

૨૦૧-૫૦૦ ગ્રામના પાર્સલ માટે ૨૦૦ કિમીના અંતર સુધી રૂ. ૫૦, ૧૦૦૦ કિમી સુધી રૂ. ૬૦, ૨૦૦૦ કિમી સુધી રૂ. ૮૦ અને ૨૦૦૦ કિમીથી ઉપર માટે રૂ. ૯૦ ચાર્જ લાગશે. પ્રતિ ૫૦૦ ગ્રામ વધવા પર ૨૦૦ કિમી સુધી રૂ.૧૫, ૧૦૦૦ કિમી સુધી રૂ.૩૦, ૨૦૦૦ કિમી સુધી રૂ.૪૦ અને ૨૦૦૦ કિમીથી ઉપર માટે રૂ.૫૦ પોસ્ટ વિભાગ લેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.