મોજશોખ માટે વાહન ચોરી કરતા બે સગીર પકડાયા, ૧૦ એક્ટિવા મળ્યા

અમદાવાદ, પોશ વિસ્તારોમાંથી વાહનચોરી કરતા બે સગીરોને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યા છે. સગીરો પાસેથી પોલીસે ૧૦ એક્ટિવા કબ્જે કર્યા હતા. પોલીસે તપાસ કરી ત્યારે આ સગીરો મોજશોખ માટે વાહનોની ચોરી કરતા હતા. ડુપ્લિકેટ ચાવીથી વાહનો ચોરી કરી ફેરવતા હતા અને પેટ્રોલ પૂરું થયા બાદ બિનવારસી મૂકીને નાસી જતા હોવાનું ખૂલ્યું છે.
સગીરોએ સેટેલાઇટ, બોડકદેવ અને વસ્ત્રાપુરમાંથી ૧૦ એક્ટિવા ચોરી કર્યા હતા. વસ્ત્રાપુરના પી.આઇ. અને ડીસ્ટાફ પીએસઆઇની ટીમે વાહન ચોરી કરતા બે સગીરોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ તમામ લોકો પાસેથી ૧૦ એક્ટિવા કબ્જે કર્યા છે.
સગીરોએ એક દોઢ મહિનાથી પોશ વિસ્તારોમાં વાહનો ચોરી કરીને આતંક મચાવ્યો હતો. આ સગીરો મોડીરાત્રે ફરીને મોજશોખ પૂરા કરવા માટે વાહનચોરી કરતા હતા. સગીરો વાહનોની ચોરી કરીને રોજ અલગ અલગ વાહનો લઇને ફરતા હતા અને રોલો પાડતા હતા. ડુપ્લિકેટ ચાવથી એક્ટિવા ચોરી કરીને જ્યારે પેટ્રોલ પૂરું થાય ત્યારે ત્યાં જ બિનવારસી મૂકીને નાસી જતા હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
પોલીસે સગીરો પાસેથી ૧૦ એક્ટિવા કબ્જે કર્યા છે. સગીરોએ આ એક્ટિવા બોડકદેવ, વસ્ત્રાપુર અને સેટેલાઇટમાંથી ચોરી કર્યા હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. આમ, વસ્ત્રાપુર, સેટેલાઈટ અને બોડકદેવ પોલીસ સ્ટેશનના કુલ પાંચ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.SS1MS