ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી ૨૧ ફૂટ પર પહોંચી

અંકલેશ્વર, અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી ૨૧ ફૂટ પર પહોંચી હતી. સરદાર સરોવર ડેમ માંથી બે દિવસમાં ૭ લાખ ક્યુસેક કરતા વધુ પાણી નર્મદા નદી માં ઠલવાયું છે. નર્મદા ડેમના ૫ દરવાજા ૫૪ કલાક બાદ બંધ થયા છે.
ડેમ મહત્તમ ૧૩૩.૫૦ મીટર અને ગોલ્ડન બ્રિજ ૨૦.૯૨ ફૂટે સ્પર્શી પરત ફરી રહ્યા છે. ભયજનક સપાટીથી ૩ ફૂટ નીચે નર્મદા વહ્યા બાદ ધીમી ગતિ એ પાણી ઉતરવાની શરુ આત થઇ હતી. રવિવારે સાંજે ૪ કલાક નર્મદા ડેમની સપાટી ૧૩૨.૧૮ મીટર અને ગોલ્ડન બ્રિજ નદીની સપાટી ૨૦.૮૬ ફૂટ નોંધાઇ છે. ઉપરવાસમાંથી આવક માત્ર ૭૩૮૦૩, નદીમાં જાવક ૧.૪૫ લાખ ક્યુસેક થઈ છે.
હાલ ૧૦ દરવાજા ૧.૭૫ મીટર ખુલ્લા રખાયા છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૩.૫૦ મીટર અને ભરૂચમાં ગોલ્ડન બ્રિજ જળસ્તર ૨૦.૯૨ ફૂટે સ્પર્શી છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈ નર્મદા ડેમના પહેલા ૫ બાદ ૧૦ અને પછી ૧૫ દરવાજા ખોલાયા હતા.
ડેમમાં અપસ્ટ્રીમ માંથી પાણીની મહત્તમ આવલ ૪.૩૫ લાખ ક્યુસેક સુધી પહોંચી હતી ૧ ઓગસ્ટ સવારે ૮ કલાક કુલ ૧૫ દરવાજા ખોલી નખાયા હતા.
ડેમમાંથી નર્મદા નદીમાં મહત્તમ ૩.૯૫ લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. ભરૂચ ગોલ્ડન બ્રિજ નર્મદા નદીનું જળસ્તર આજે રવિવારે બપોરે મહત્તમ ૨૦.૯૨ ફૂટે પહોંચી હતી. ઉપરવાસમાંથી પાણી ની આવક ઘટીને ૭૩૮૦૩ ક્યુસેક થઈ જતા આજે બપોરે ૨ કલાકે ડેમના ૫ દરવાજા બંધ કરી દેવાયા હતા. હાલ ડેમમાંથી નદીમાં ૧.૪૫ લાખ ક્યુસેક પાણી ઠલવાય રહયુ હોય ગોલ્ડન બ્રિજ ખાતે સાંજે ૪ કલાકથી સપાટી નીચે ઊતરી ૨૦.૮૬ ફૂટ નોંધાઈ હતી.
જ્યારે નર્મદા ડેમનું લેવલ ઘટીને ૧૩૨.૧૮ મીટરે ઉતર્યું હતું.ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયુંસરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું છે.ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની ધરખમ આવકના પગલે ગઈ કાલે ૧૦ દરવાજા ખોલીને પાણી છોડાતું હતું.પરંતુ હવે પાણીની આવક ધીરે ધીરે ઘટવા લાગી છે.
જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં રવિવારે સાંજે પાણીની આવક એકદમ ઘટી ગઈ હતી.પાણીની આવક એવરેજ એક લાખ ક્યુસેક કરતા પણ ઓછી વધતી થઈ જતા સરદાર સરોવર નર્મદા ડેમના ૧૦ દરવાજા ખોલીને ૧૪૪૮૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી અત્યારે ૧૩૨.૧૩ મીટર છે.
ઉલ્લેખનિય છે કે સતત પાણીની આવકના પગલે ડેમના દરવાજા ૧૫ દરવાજા ખોલીને પાણી છોડાતું હતું ત્યારે હવે ફરી એક વખત પાણીની આવકમાં ઘટાડો થતાં જળ સપાટીમાં પણ ઘટાડો થઈ રહ્યું છે.તો બીજી તરફ નર્મદાની મુખ્ય કેનાલ મારફતે રાજ્યના અનેક તળાવો અને નાની મોટી સિંચાઈ યોજનાઓ માટે ૨૦૧૫૦ ક્યુસેક પાણી મુખ્ય કેનાલમાં છોડાઈ રહ્યુંઅત્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાં ૭૮.૮૦% પાણી ભરાઈ ગયું છે.SS1MS