શુભમન ગિલના ૭૫૪ રન મારા રેકોર્ડ કરતાં વધુ ખાસ: ગાવસ્કર

લંડન, ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે બેટિંગથી શાનદાર પ્રદર્શન કરીને બધાના દિલ જીત્યા છે. શુભમન ગિલે ૧૦ ઇનિંગ્સમાં ૭૫.૪૦ની સરેરાશથી ૭૫૪ રન બનાવ્યા છે. જેમાં ૪ સદીનો સમાવેશ થાય છે. શુભમન ગિલ આ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ રહ્યો છે.
ગિલની પ્રદર્શનથી પ્રભાવિત ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે શુભમન ગિલની પ્રશંસા કરતા કહ્યું કે, તેમણે સિરીઝ દરમિયાન ફટકારેલા ૭૫૪ રન મારા રેકોર્ડ કરતાં વધુ ખાસ છે.ગાવસ્કરે ગિલના પ્રદર્શનને ૧૯૭૧માં વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની ડેબ્યૂ શ્રેણી કરતાં વધુ સારું ગણાવ્યું છે. સુનીલ ગાવસ્કરે તે શ્રેણીમાં ૭૭૪ રન બનાવ્યા હતા.
આ કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા ટેસ્ટ શ્રેણીમાં બનાવેલા સૌથી વધુ રન છે. શુભમન ગિલ ગાવસ્કરના આ રેકોર્ડને તોડવામાં ૨૧ રન પાછળ રહી ગયો હતો.ગાવસ્કરે યુવા ટેસ્ટ કેપ્ટનને ગિફ્ટથી ભરેલી બેગ આપીને આભાર માન્યો હતો. ભારતે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસે સુનીલ ગાવસ્કરે શુભમન ગિલને વસ્તુઓથી ભરેલી એક ખાસ બેગ ભેટમાં આપી હતી.
ગાવસ્કરે ગિલને એક શર્ટ આપ્યો જેમાં જીય્ લખેલું હતું. આ ઉપરાંત, તેમણે એક ઓટોગ્રાફવાળી કેપ પણ આપી હતી. સુનીલ ગાવસ્કર અને શુભમન ગિલના નામ જીય્ અક્ષરો ધરાવે છે અને ગાવસ્કરે પણ આ જ વાત કહી હતી.
ગાવસ્કરે કહ્યું કે, મને આશા હતી કે તે મારો રેકોર્ડ તોડશે, તેથી મેં તેના માટે કંઈક ખરીદ્યું હતું. બધું ભગવાનના હાથમાં છે. ૭૫૪ રન બનાવવા એ પણ કોઈ નાની વાત નથી. ફરક માત્ર એટલો છે કે મેં તે રન કોઈપણ દબાણ વિના બનાવ્યા હતા, પરંતુ શુભમન ગિલના રન કેપ્ટનશીપની વધારાની જવાબદારી સાથે આવ્યા છે.SS1MS