Western Times News

Gujarati News

સ્ટાર કિડ્‌ઝની બધા ટીકા કરતા રહે છે, એટલે એમને વધારે મહેનત કરવી પડે છે: સુનિલ શેટ્ટી

મુંબઈ, સુનિલ શેટ્ટી છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. એક એક્શન સ્ટાર તરીકે કામની શરૂઆત કરીને પછી તે વિલનના રોલમાં પણ ઘણો સફળ રહ્યો છે, હવે તે ઓટીટી પર પણ અલગ અલગ રોલ કરી રહ્યો છે.

તાજેતરમાં જ તેના શો ‘હંટર’ની બીજી સીઝન આવી છે, તે સંદર્ભે આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે તેણે પોતાની સફર વિશે વાત કરી હતી. સુનિલ શેટ્ટીએ ૯૦ના દાયકામાં જ્યારે પોતાની કૅરિઅર શરૂ કરી ત્યારે તેના દેખાવને કારણે તેને ઘણી વખત લોકોને તેને કાસ્ટ કરવા માટેના ખચકાટનો પણ સામનો કરવો પડતો હતો, કારણ કે એ તે વખતના હિરો જેવો દેખાતો નહોતો.

સુનિલ શેટ્ટીએ આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે શરૂઆત કરી ત્યારે ઇન્ડસ્ટ્રીની બહારથી આવતા લોકોને અન્ય કલાકારો કરતા વધુ પડકારોનો સામનો કરવો પડતો હતો.

આથી વિશેષ સુનિલ શેટ્ટીએ જણાવ્યું કે આજથી ૩૦ વર્ષ પહેલાં સ્ટાર કિડ્‌ઝ માટે સફળ થવું આજે વધુ મુશ્કેલ થઈ ગયું છે. સ્ટાર કિડ્‌ઝના પડકારો અને મહેનત અંગે સુનિલ શેટ્ટીએ જણાવ્યું, “તેમણે પોતાની જાતને સાબિત કરવા આજે વધુ મહેનત કરવી પડે છે. પહેલાં તો એ લોકો એવું માની જ લેતાં હતાં કે તેઓ આ ઇન્ડસ્ટ્રીનો જ ભાગ છે.

આ જ મારું માળખું અને કામ છે, હું જ ભાગ જ છું. આજે, બાળકોએ પહેલા તાલીમ પણ લેવી પડે છે અને એક્ટર તરીકે એક્ટિંગ, બોડી અને બાકી બધી જ તૈયારી કરીને આવવું પડે છે.

એમણે બિલકુલ તૈયાર રહેવું પડે છે. પહેલા સ્કૂલ જાઓ અને પછી આવો, એવું ન માની લેશો કે પ્રાથમિક શિક્ષણ વિના તમે હાઇસ્કૂલ કે કોલેજમાં ભણી શકશો.”સુનિલ શેટ્ટી કહે છે, ખાસ તો આજે સ્પર્ધા વધી ગઈ હોવીથી સ્ટાર કિડ્‌ઝને વધુ મુશ્કેલી પડે છે, સાથે જ દર્શકો પણ પ્રતિભાવ આપવામાં ઘણા કઠોર બની રહ્યા છે.

“બધાને તરત જ પ્રતિભાવ આપી દેવો હોય છે. બધાને લાગે છે કે તેઓ વિવેટક બની ગયાં છે. પરંતુ ગમે તેમ કહી દેવું તેને સિનેમાનો વિવેચનાત્મક પ્રતિભાવ ન કહી શકાય. આજે સિનેમાને ગાળો આપવી એ સામાન્ય બની ગયું છે.” સુનિલ શેટ્ટીની દિકરી અથૈયા અને અહાન બંને ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.