Western Times News

Gujarati News

વાહન ડીટેઈન કરાયું તો છ લોકોએ PSIને લાફા ઝીંકી સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી

પ્રતિકાત્મક

ઠક્કરનગરમાં રોંગ સાઈડમાં આવતાં વાહનોને પકડવાની ડ્રાઈવ દરમિયાન ચોંકાવનારો બનાવ બન્યો

(એજન્સી)અમદાવાદ, રોંગ સાઇડમાં વાહન લઇને આવતા ચાલકે તેના સાગરીતો સાથે મળીને ટ્રાફિક પીએસઆઈને માર મારીને તેને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

વાહનચાલક તેના સાગરીતોને લઇને આવ્યો હતો અને પીએસઆઈ સાથે માથાકૂટ કરીને બજરંગદળના નામે ધમકી આપી હતી. માથાભારે તત્ત્વોએ પીએસઆઇને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપીને લાફા માર્યા હતા જ્યારે તેમનો કોલર પણ પકડી લીધો હતો. આ સાથે ગિન્નાયેલા તત્ત્વોએ તમામ ટ્રાફિકના પોલીસ કર્મચારીઓને નોકરી કેવી રીતે કરી શકો છો તેવી ધમકી પણ આપી હતી. હાઈકોર્ટના આદેશ બાદ રોંગ સાઇડમાં પસાર થતા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પોલીસે શરૂઆત કરી હતી. જેમાં મામલો બીચક્યો હતો.

આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એચ.ડી.સોલંકીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં વિકાસ રાજપૂત (રહે. – સરસપુર), અજય ગોસ્વામી (રહે.બાપુનગર); હીયા ગુપ્તા (ચો. અમરાઈવાડી) દીપાકર ગુપ્તા (એ રખિયાલ), યોગેશ પ્રજા (૨ બાપુનગર) અને મન પાણી (રહે. રખિયાલ) વિરુદ્ધ સરકારી કામમાં અડચણ તેમજ ક્રમક્ષાની ફરિયાદ કરી છે. ટ્રાફિકની સમસ્યાઓના નિધારા માટે સ્પેશ્યલ ગ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.

ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર તેમજ રિસીપીએ ૩૧ જૂલાઈના રોજ ઈ-મેઈલ કરીને ટ્રાફિક ડ્રાઈવના આદેશ આપ્યા હતા અને તમામને ફરજ પર હાજર રહેવાનું પણ સૂચવ્યું હતું. થોડા દિવસ પહેલાં રોંગ સાઈડમાં વાહનો ચાલવતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ગુજરાત હાઈકોર્ટે શહેર પોલીસને આદેશ આપ્યો હતો, આદેશ બાદ અમદાવાદ પોલીસે રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

ગઈ કાલે ઠક્કરનગર બીટ -ચોકી પાસે પીએસઆઈ એચ.ડી.સોલંકીઃ સહિત સ્ટાફ સાથે હાજર હતા ત્યારે એક વાહનચાલક રોંગ સાઇડમાં આવ્યો હતો.ઃ પીએસઆઈએ વાહનચાલકને રોકીને તેની પાસે લાઇસન્સ તેમજ આરસીબુક માગ્યા હતા. આ સાથે વાહનચાલકે હેલ્મેટ પણ પહેરી નહોતી. વાહનચાલક પાસે લાઇસન્સ અને આરસીબુક ન હોવાથી પીએસઆઈએ તેને દંડ ભરવાનું કહ્યું હતું.

ચાલકે દંડ ભરવાનો પણ ઇન્કાર કરી દીધી હતો. જેથી પીએસઆઈએ ઃ તેનું વાહન ઉટેઈન કરવાની વાત કરી હતી. વાહનચાલકનું નામ પૂછતાં તેણે પોતાનું નામ વિકાસ રાજપૂત કહ્યું હતું. પીએસઆઈએ વિકાસનું વબન જપ્ત કર્યું હતું અને ત્યારબાદ તેને મેચો આપ્યો હતો. પીએસઆઈએ વિકાસને ઃ આરટીઓમાંથી દંડ ભરીને દાણીલીમડા ટોઈંગ સ્ટેશનથી વાહન છોડાવવા માટે સમજાવ્યું હતું.

જપ્ત કરેલું માઈક ટોઈંગ કરીને દાણીલીમડા મોકલી રહ્યા હતા ત્યારે વાહન માલિક આવી ગયો હતો. તેણે વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. વાહન માલિક બુમાબુમ કરીને કહેવા લાગ્યો હતો કે મારી ગાડી નવી છે. ક્યાં થઈ જાવ છો, ગાડીને નુકસાન થશે તો જવાબદારી કોની એશે. વાહનચાલક વાહનને ડીટેઈન કર્યું છે અને વિકાસને પોલીસના કામમાં દખલગીરી કરતો હતો. જેથી તેને પોલીસ કર્મચારીઓએ સમજાવીને સાઇડમાં બેસાડી દીધો હતો. પીએસઆઈએ વાહનચાલકને કહ્યું હતું કે ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો પણ આપ્યો છે.

આ દરમિયાન વિકાસ પાંચ વ્યકિતને બબાલ કરવાના ઈરાદા સાથે લઈને આવ્યો હતો. વિકાસ તેના સાગરીતોને લઈને પોલીસ ચોકીમાં આવી ગયો હતો અને માથાકૂટ કરવા લાગ્યો હતા. પાંચેય યુવકો પીએસઆઈને માર મારીને ગાળો બોલવા લાગ્યા હતા.

આ સાથે પોલીસ ચોકીમાં આવનાર શખ્સો પીતે બજરંગદળના કાર્યકર્તાઓ હોવાનો વટ મારતા હતા. યુવક પીએસઆઈને ધમકી આપી રહ્યો હતો કે હું ઉપપ્રમુખ છું તેમ પાંચ શખ્સો પૈકી એક શપ્સ અજય ગોસ્વામીએ પીએસઆઈની કોલર પકડીને લાફો મારી દીધો હતો. વાહન ડીટેઈન કરવા મામલે પીએસઆઇ તેમજ ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કરવા લાગ્યા હતા. પાંચેય શખ્સે તમામ ટ્રાફિક પોલીસની ટીમને ધમકી આપી હતી કે તમે બધા આ પોઈન્ટ ઉપર કેવી રીતે નોકરી કરી છે તે જોઈ લઈશું. આ સિવાય પીએસઆઈને સસ્પેન્ડ કરાવીને રહીશું તેવી પણ ધમકી આપી હતી.

મામલો તંગ થતાંની સાથે જ પીએસઆઈએ કંટ્રોલરૂમમાં ફોન કરીને ફોર્સ બોલાવી લીધી હતી. નિકોલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિકાસ રાજપૂત, અજય ગોસ્વામી, દીપક ગુપ્તા, દીવાકર ગુપ્તા, યોગેશ પ્રજાપતિ અને મન પાસીની ધ૨પકડ કરી હતી.

તમામ શપ્સોએ ભેગા મળીને પીએસઆઇની કામગીરીમાં દખલ કરી હતી અને સરકારી કામમાં અવરોધ ઊભો કર્યો હતો. પીએસઆઈએ નિકોલ પોલીસ સ્ટેશનમાં તમામ વિરુદ્ધ ફરિયાદ કરી છે. જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.