અમદાવાદ મ્યુનિ. પબ્લિસિટી વિભાગે કરોડોના પેમેન્ટ ચૂકવ્યાઃ બિલો ગાયબ

મ્યુનિસિપલ પબ્લિસિટી વિભાગે ડિસક્વોલીફાય કંપનીને કરોડો રૂપિયાના પેમેન્ટ ચુકવ્યા
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ પબ્લિસિટી વિભાગ તેમની મુળ ફરજમાં હંમેશા નિષ્ફળ સાબિત રહ્યું છે પરંતુ ભ્રષ્ટાચાર કે કૌભાંડ મામલે હંમેશા અવ્વલ રહ્યું છે.
પબ્લિસિટી વિભાગમાં કોન્ટ્રાકટરો અને ઉચ્ચ અધિકારીઓની સાંઠગાંઠના કારણે કરોડો રૂપિયાના બીલ બારોબાર ચુકવાઈ જાય છે જેનો હિસાબ મળતા નથી તેવી જ રીતે કેટલાક કિસ્સામાં ડિસક્વોલીફાય પાર્ટીને કામ સોપ્યા બાદ ઉચ્ચ કક્ષાએથી મનાઈ કરવામાં આવી હોવા છતાં પેમેન્ટ થઈ જાય છે આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં સુરતની ડિસક્વોલિફાય કંપની બારોબાર કરોડો રૂપીયાનું પેમેન્ટ થઈ ગયુ છે.
મ્યુ.પબ્લિસિટી વિભાગ દ્વારા હો‹ડગ્સ-ફ્લેક્ષ પ્રિન્ટિંગ માટે ટેન્ડર જાહેર કરવામા આવ્યા છે જેમાં ૬ કોન્ટ્રાકટરોએ ટેન્ડર ભર્યા હતા જે પેકી ઈન્ડિયા એન્ટરપ્રાઈઝ અને કામનાથ મુદ્રાલયને ડિસ ક્લોલીફાઈ કરવામાં આવ્યા હતા. કામનાથ મુદ્રાલયને સુરત મહાનગરપાલિકાએ પણ બ્લેકલીસ્ટ કર્યા હતા. સુરત મહાનગરપાલિકાએ આ સંસ્થાને ડાયરી છાપકામનો વર્ક ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ કામનાથ મુદ્રણાલયે બ્લેકલીસ્ટ કરવામાં આવી હતી.
આ તમામ બાબતોથી અમદાવાદ મ્યુનિસિપલ પબ્લિસીટી વાકેફ હોવા છતાં તેમજ ટેન્ડર પ્રક્રિયામાં ડીસ ક્વોલીફાય કરવામાં આવ્યા હોવા છતાંય તેને બારોબાર કામગીરી આપવામાં આવી હતી. અને રૂ.૨.૩૧ કરોડના પેમેન્ટ પણ થયા હતા. અહી ચોકાવનારી બાબત એ છે કે પબ્લિસિટી વિભાગના રજિસ્ટરમાં બીલ ચુકવ્યા હોવાની નોંધ છે. પંરતુ બિલ ફાઈલમાં ચાર બિલ સામેલ કરવામાં આવ્યા નથી. બોક્સમાં દર્શાવ્યા મુજબ.
પબ્લિસિટી વિભાગ દ્વારા આજ પ્રધ્ધથીથી ૧ એપ્રિલ ૨૦૧૭થી ૨૮ માર્ચ ૨૦૧૮ સુધી રૂપીયા ૬.૭૫ કરોડના પેમેન્ટ કરવામાં આવ્યા હતા જેમાં સેવા સેતુ કાર્યક્રમમાં વિશાલ ડેકોર પ્રા.લી.ને રૂ.૫.૧૬ લાખ તેમજ કાકરીયા કાર્નીવલ રૂ.૧૩ લાખના પેમેન્ટ કરવામાં આવ્યા છે. પરંતુ આ બીલો પણ બીલ રજીસ્ટર ફાઈલમાંથી ગાયબ છે.
મ્યુનિ. પબ્લિક સિટી વિભાગમાં યેનકેન પ્રકારે ગેરરીતિ થતી રહી છે. હો‹ડગ્સ અને ફલેકસના ટેન્ડરમાં પણ બાલાજી વિહિકલને ટેન્ડર શરત વિરૂદ્ધ મુદ્દત વધારો આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રૂ.૯૧.૭પ લાખના પેમેન્ટ ચૂકવ્યા હતા પરંતુ વિભાગના રેકોર્ડ પર એક પણ બિલની કોપી રજૂ કરવામાં આવી નથી. તેવી જ રીતે મંડપ સ્ટેટ ડેકોરેશનમાં પણ રૂ.પ.૩૮ કરોડના બિલો વિશાલ ડેપોર એન્ડ ઈવેન્ટ પ્રાઈવેટ લિમિટેડને ચૂકવ્યા હતા પંરતુ આ ચૂકવણી શેના આધારે કરવામાં આવી છે તેની કોઈ નોંધ કે બિલ રેકર્ડ પણ રજૂ કરવામાં આવ્યા ન હતા.