Western Times News

Gujarati News

પોલીસ પતિની હત્યા કરી પત્નીએ કર્યો આપઘાત: સમગ્ર પોલીસ બેડામાં ચકચાર

 મૃતક પોલીસ કોન્સ્ટેબલ મૂળ રાજકોટના જસદણના વતની-૯ વર્ષના દીકરાની સામે માતા-પિતાના મોત-પતિના માથામાં ઘોડિયાનો પાયો મારીને પતિની હત્યા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ દાણીલીમડા પોલીસ લાઈનમાં પત્નીએ કરી પોતાના જ પતિ ની હત્યા. પત્નીએ પતિના માથામાં ઘોડિયાનો પાયો મારીને પતિની હત્યા કરી નાખી. ત્યારબાદ પત્નીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ જણાવ્યું હતું કે અમે હજી ત્યાં પહોંચ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, મૃતક પોલીસ કર્મચારી મુકેશભાઈ પરમાર છ ડિવિઝન ટ્રાફિકમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

બપોરે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ પતિને માર માર્યો હતો. પત્નીના મારના કારણે મુકેશ પરમાર લોહી લુહાણ થઈ ગયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમનું મોત થઈ જતા પત્નીએ ઘરે આવીને આત્મહત્યા કરી લીધી હતી.

દાણીલીમડા પોલીસ લાઇનમાં પત્નીએ પતિના માથામાં ઘોડિયાનો પાયો મારતા તે નીચે પટકાયા હતા. સામાન્ય બાબતમાં થયેલો ઝઘડો હિંસક બની ગયો હતો. પતિના માથા પર ગંભીર ઈજા થતાં પત્ની સંગીતાબેન સમસમી ઉઠ્‌યા હતા અને તેમણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ સમગ્ર ઘટના બની ત્યારે દરવાજો અંદરથી બંધ હતો તે સમયે તેમનો નવ વર્ષનો દીકરો આ ઘટના જોઈ રહ્યો હતો. માતા-પિતા બંનેના મોત થયા બાદ ડરી ગયેલો દીકરાએ દરવાજો ખોલીને પાડોશીઓને સમગ્ર વાત કરી હતી. મૃતક પોલીસ કોન્સ્ટેબલ મૂળ રાજકોટના જસદણના વતની છે. તેનું અમદાવાદની એક પોલીસ કોન્સ્ટેબલ સાથે અફેર ચાલતું હતું.

મૃતક પોલીસ કોન્સ્ટેબલ થોડા દિવસ પોતાની પત્ની સાથે રહેતો હતો તથા થોડા દિવસ અન્ય મહિલા પોલીસ કર્મી સાથે રહેતો હતો. આ વાતને લઇને મૃતક પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. પત્નીએ મારતા તે નીચે પટકાયો હતો. પહેલાં પત્નીને થયું કે તે બેભાન થઈ ગયો છે, જેથી લોહી નીકળતા તેને શરીર નીચે કપડું મૂક્યુ હતું. બાદમાં પત્નીને ખબર પડતાં તેને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.