વારસાઈ હકમાંથી બહેનનું નામ કમી કરાતાં બહેને ભત્રીજીનું જ અપહરણ કરી લીધું

AI Image
રાજકોટમાં ફોઈએ જ ભત્રીજીનું અપહરણ કર્યાનું સામે આવ્યું
રાજકોટ, રાજકોટની એક ફોઈ હાલ ચર્ચામાં છે. રાજકોટમાં ફોઈ-ભત્રીજીનાં ગુમ થવાના કેસમાં ખુદ ફોઈએ જ ભત્રીજીનું અપહરણ કર્યાનું ખૂલ્યું છે. વારસાઈ મિલકતમાં હિસ્સો લેવા માટે ફોઈએ આખું ષડયંત્ર રચ્યું હતુ. આ અપહરણમાં વકીલ સહિત બે શખ્સોની સંડોવણી સામે આવી છે.
પ્રદ્યુમનનગર પોલીસે ફોઈ રીમા માખાણીની અટકાયત કરી છે. મિલકતમાંથી ભાઈએ બહેનનું નામ કાઢી નાંખતા વિવાદ ચાલતો હતો. જોકે, હવે ફઈ-ભત્રીજી વિવાદ મામલે પોલીસે આરોપી વકીલની અટકાયત કરી છે.
રાજકોટ શહેરમાં હાઈ પ્રોફાઇલ ચકચારી ઘટના સામે આવી હતી. ૬ વર્ષની બાળકીને ફોઈ ઉપાડી લઈ જઈ ગુમ થઈ જતા ખળભળાટ મચી ગયો હતો. ગત ૨૪ જુલાઈના રોજ આ ઘટના બની હતી. ફઈ રીમાબેન માખાણી તેની ભત્રીજીને હોન્ડા સિટી કારમાં લઈ નીકળી ગયા હતા.
ઘરમાંથી નીકળ્યા બાદ ફઈના મોબાઇલનું છેલ્લું લોકેશન માધાપર ચોકડી પાસે મળ્યું હતું. પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી CCTV અને મોબાઈલ લોકેશનના આધારે ફઈ અને બાળકીની શોધખોળ કરી હતી. પોલીસે ઠેરઠેર નાકાબંધીઓ કરી બાળકીને પરત લાવવા ટીમો બનાવી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં મિલકત માટે મોટું ષડયંત્ર હોવાનું ખૂલ્યું છે.
ફઈ-ભત્રીજી રેસકોર્ષ ફરવા માટે ગયા હતા ત્યારે છરીની અણીએ અપહરણ કરીને લઇ ગયા હતાનું રટણ કર્યું હતું. જો કે સમગ્ર કેસમાં બાળકીના ફઇ રીમા માખાણી દ્વારા જ અપહરણમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે છ વર્ષની દિકરીના પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વારસાઈ મિલકતમાં ભાઈ પાસે હિસ્સો લેવા બહેને અપહરણનું કાવતરું રચ્યું હોવાનું ખૂલ્યું હતું. પ્રદ્યુમનનગર પોલીસે ફઈ રીમા માખાણીની ધડપકડ કરી હતી.
ખોજા વેપારીએ મકાનની વારસાઈ નોંધ પડાવી બહેનનું નામ કમી કરી નાખતા છેલ્લા દોઢેક વર્ષથી મિલ્કત વિવાદ ચાલતો હતો. હિસ્સો મળતો હોય પારિવારિક માથાકૂટમાં ચાલતી હતી. જેથી ફોઈએ મિલકત માટે આ ખેલ રચ્યો હતો.
તો બીજી તરફ, આ કેસમાં રેલનગર વકીલ રાજવીર સિંહ ઝાલાની સંડોવણી પણ ખુલી છે. આર્થિક હિત માટે વકીલ રાજવીરસિંહ ફઈને મદદ કરી હતી. ત્યારે ફઈ-ભત્રીજી વિવાદ મામલે પોલીસે આરોપી વકીલની અટકાયત કરી છે. સમગ્ર અપહરણનો મુખ્ય ભેજાબાજ આરોપી એડવોકેટ રાજવીરસિંહ છે. ધરપકડથી બચવા માટે આરોપી વકીલ રાજવીરસિંહે ઇંદોરમાં ઝેરી દવા ગટગટાવી હતી. આરોપી એડવોકેટની ઇન્દોરથી અટકાયત કરી રાજકોટની સિવિલે લઈ જવાયો છે.
એડવોકેટની રાજકોટ સિવિલમાં મેડિકલ ચકાસણી કરાયા બાદ પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવશે. આ બનાવમાં આરોપી એડવોકેટ પોલીસ સમક્ષ અનેક ચોંકાવનારા ખુલાસા કરે તેવી શક્્યતા છે.
વેપારીએ મકાનની વારસાઈ નોંધ પડાવી બહેનનું નામ કમી કરી નાખતા છેલ્લા દોઢેક વર્ષથી મિલ્કત વિવાદ ચાલતો હતો. ભેજાબાજ ફઈએ ભત્રીજીનું અપહરણ કર્યા બાદ મોરબી પહોંચી કાર બદલાવી નાંખી હતી. ૬ વર્ષની ભત્રીજીને લઈને પહેલા ભુજ, મહેસાણા, રાજસ્થાન થઈ ઇન્દોર પહોંચી હતી.
રૂપિયામાં પણ ઓછો હિસ્સો મળતો હોય પારિવારિક માથાકૂટમાં ચાલતી હતી. પાંચ માસ સુધી પ્લાન ઘડયા બાદ વકીલ સાથે મળી ગુનાને અંજામ આપ્યો હતો. પરિવાર પાસે ધાર્યું કરાવે તે પૂર્વે જ પોલીસ પાછળ હોવાની જાણ થઈ જતાં પ્લાન કેન્સલ કરી પોતે જ ભાઈને ફોન કરી દીધો હતો.