Western Times News

Gujarati News

ત્રણ વખત ઝારખંડના મુખ્યમંત્રી રહ્યા શિબુ સોરેન: 7 કરોડની સંપત્તિ

શિબુ સોરેનની પાસે માત્ર ૭૦,૦૦૦ રૂપિયા રોકડા હતા. આ ઉપરાંત, પંજાબ નેશનલ બેંકમાં 52 લાખની એફડી 

શિબુ સોરેને પત્ની અને પુત્રના નામે પણ ઘણી રકમનું રોકાણ કર્યું હતું, શિબુ સોરેનની પાસે કોઈ જ્વેલરી નહોતી

નવી દિલ્હી,  ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ શિબુ સોરેનનું સોમવારે (૪ ઓગસ્ટ ૨૦૨૫) નિધન થયું છે. તેમણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ ૧૯ જૂન ૨૦૨૫થી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

Ranchi, Jharkhand: The mortal remains of former Jharkhand CM and JMM founder Shibu Soren arrived at the Jharkhand Legislative Assembly, where he was accorded a state tribute. Leaders paid their last respects

શિબુ સોરેન ઝારખંડના ત્રણ વખત મુખ્યમંત્રી રહ્યા હતા અને રાજકીય ક્ષેત્રે તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. વર્ષ ૨૦૧૯માં તેમણે લોકસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. શિબુ સોરેન પોતાના નિધન બાદ કરોડો રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે.

વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી લડતી વખતે તેમણે જે સોગંદનામું રજૂ કર્યું હતું, તે મુજબ શિબુ સોરેનની પાસે ૭ કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ હતી. આ સોગંદનામું માઈનેતા વેબસાઈટ પર છે. સાથે જ તેમની ઉપર ૨ કરોડ રૂપિયાથી વધારે દેવું પણ હતું.

સોગંદનામામાં એ પણ માહિતી આપવામાં આવી છે કે તેમની વાર્ષિક આવક કેટલી હતી. આ માહિતી શિબુ સોરેન દ્વારા દાખલ કરાયેલા આઈટીઆર (ઇન્કમ ટેક્સ રિટર્ન) દ્વારા મળી છે. આઈટીઆર અનુસાર, શિબુ સોરેનની વર્ષ ૨૦૧૪-૧૫માં આવક આશરે ૬.૫૨ લાખ રૂપિયા હતી. આગલા નાણાકીય વર્ષમાં તે વધીને આશરે ૬.૫૨ લાખ રૂપિયા થઈ. તે પછીના વર્ષે આશરે ૬.૭૬ લાખ રૂપિયા અને નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં આશરે ૭.૦૫ લાખ રૂપિયા હતી.

શિબુ સોરેનની પાસે માત્ર ૭૦,૦૦૦ રૂપિયા રોકડા હતા. આ ઉપરાંત, પંજાબ નેશનલ બેંકમાં તેમના નામે ૫૨ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) હતી. શેર માર્કેટમાં શિબુ સોરેનનું કોઈ રોકાણ નહોતું. તેમણે પોતાની પત્ની અને પુત્ર હેમંત સોરેનના નામે પણ ઘણી રકમનું રોકાણ કર્યું હતું. શિબુ સોરેનની પાસે કોઈ જ્વેલરી નહોતી. તેમની પાસે એક કાર હતી, જેની કિંમત ૨૫.૬૭ લાખ રૂપિયા જણાવવામાં આવી છે.

શિબુ સોરેન ઝારખંડના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્્યા છે. તેમની પાસે ઝારખંડમાં કોઈ પણ સંપત્તિ (પ્રોપર્ટી) નથી. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં તેમની પાસે બે બિન-કૃષિ (નોન-એગ્રીકલ્ચર) જમીનો છે. તેમાંથી એકની કિંમત આશરે ૪૪ લાખ રૂપિયા અને બીજાની પણ ૪૪ લાખ રૂપિયા છે. આ ઉપરાંત, દિલ્હીના સાઉથ એક્સટેન્શનમાં તેમના નામે એક એપાર્ટમેન્ટ છે, જેની કિંમત ૬૬.૫૫ લાખ રૂપિયા જણાવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.