બ્રાઝિલમાં પૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારો હાઉસ અરેસ્ટ

સત્તાપલટાનું ષડ્યંત્ર રચવાનો આરોપ
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારોએને ઇલેક્ટ્રોનિક એન્કલ મોનિટર પહેરવું પડશે, જેથી તેમની ગતિવિધિઓ પર નજર રાખી શકાય
બ્રાસેલિયા, બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે ૪ ઓગસ્ટના રોજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોને હાઉસ અરેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. તેમના પર ૨૦૨૨ની ચૂંટણીમાં હાર્યા પછી પણ પદ પર રહેવા માટે કથિત રીતે બળવો કરવાની કાવતરું ઘડવાનો આરોપ છે.
મીડિયા અહેવાલ અનુસાર, બોલસોનારો પર દેશમાં બળવાનો પ્રયાસ કરવાના ગંભીર આરોપો છે. અમેરિકાએ સુપ્રીમ કોર્ટના આ આદેશની નિંદા કરી છે. આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું છે.
જસ્ટિસ એલેક્ઝાન્ડર ડી મોરેસે પોતાના આદેશમાં જણાવ્યું કે, બોલસોનારોએ ગયા મહિને સોશિયલ મીડિયાના ઉપયોગ પર લાગુ કરાયેલા પ્રતિબંધનો ભંગ કર્યાે છે. તેમને ઇલેક્ટ્રોનિક એન્કલ ટેગ પહેરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. બોલસોનારોએ પોતાના ત્રણ સાંસદ પુત્રોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા કન્ટેન્ટ પોસ્ટ કર્યું હતું, જે નિયમોની વિરુદ્ધ હતું.
તેમજ રવિવારે બોલસોનારોએએ રિયો ડી જાનેરોમાં પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા.હાઉસ અરેસ્ટના આદેશ બાદ બ્રાઝિલની ફેડરલ પોલીસે જણાવ્યું કે, એજન્ટ્સ બોલસોનારોએના બ્રાઝિલિયા સ્થિત ઘરે પહોંચી ગયા છે. તેમણે બોલસોનારોએનો મોબાઈલ પણ જપ્ત કરી લીધો છે.
હવે તેઓ બ્રાઝિલિયામાં જ નજરકેદ રહેશે અને તેમને ક્યાંય આવવા-જવાની પરવાનગી નહીં મળે. મહત્ત્વની વાત એ છે કે, આ મામલા પર અમેરિકાની પણ નજર છે અને અમેરિકી વિદેશ મંત્રાલયે આ નિર્ણયની નિંદા કરી છે.સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારોએને ઇલેક્ટ્રોનિક એન્કલ મોનિટર પહેરવું પડશે, જેથી તેમની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. બોલસોનારોએની સાથે તેમના ૩૩ સહયોગીઓ પર પણ સરકારની નજર છે. તેમના પર લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ છે.ss1