છેલ્લાં પાંચ નાણાં વર્ષમાં રૂ.૭.૦૮ લાખ કરોડની GST ચોરી પકડાઈ

લોકસભામાં રાજ્યકક્ષાના નાણાં મંત્રીએ આંકડા રજૂ કર્યા
વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૨.૩૦ લાખ કરોડની કુલ જીએસટી ચોરીમાં આઇટીસી દ્વારા ચોરીનું મૂલ્ય રૂ. ૩૬,૩૭૪ કરોડ હતું
નવી દિલ્હી, દેશમાં વિતેલા પાંચ વર્ષમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની નોંધપાત્ર ચોરી પકડાઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા પાંચ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ સુધીમાં ટેક્સ અધિકારીઓએ ૯૧,૩૭૦ કેસોમાં રૂ. ૭.૦૮ લાખ કરોડની જીએસટી ચોરી પકડી હોવાનું સંસદને એક જવાબમાં જણાવાયું હતું. આ ગાળામાં બોગસ ઈનપૂટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) દર્શાવીને કરાયેલી છેતરપિંડીના સૌથી વધુ ૪૪,૯૩૮ કેસ હતા અને તેના થકી રૂ. ૧.૭૯ લાખ કરોડની ચોરી પકડાઈ હતી.
પાંચ વર્ષના ગાળામાં સ્વેચ્છાએ જીએસટી જમા કરાવાતા રૂ. ૧.૨૯ લાખ કરોડની રિકવરી કરાઈ હતી. નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આંકડા રજૂ કરતા કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સીજીએસટીના ફિલ્ડ અધિકારીઓએ રૂ. ૨.૨૩ લાખ કરોડની જીએસટી ચોરી ઝડપી હતી. આ ગાળામાં નોંધાયેલા ૩૦,૦૫૬ કેસ પૈકી અડધો અડધથી વધુ અર્થાત ૧૫,૨૮૩ જીએસટી ચોરીના કેસ આઈટીસી ળોડના હતા. સમીક્ષક ગાળામાં બોગસ આઇટીસી દ્વારા રૂ. ૫૮,૭૭૨ કરોડની ચોરી પકડાઈ હતી.
આ જ પ્રકારે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૨.૩૦ લાખ કરોડની કુલ જીએસટી ચોરીમાં આઇટીસી દ્વારા ચોરીનું મૂલ્ય રૂ. ૩૬,૩૭૪ કરોડ હતું. તબક્કાવાર જીએસટી ચોરીનો ગ્રાફ ઊંચકાતો ગયો હતો. નાણાં વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૪૯,૩૮૪ કરોડ જીએસટી ચોરી પકડાઈ જેમાં આઇટીસીથી ચોરી રૂ. ૩૧,૨૩૩ કરોડ રહી હતી. ત્યારબાદ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં જીએસટી ચોરીનો આંક વધીને રૂ. ૭૩,૨૩૮ કરોડ અને આઇટીસીથી રૂ. ૨૮,૦૨૨ કરોડ હતો. ૨૦૨૪-૨૫ના હિસાબી વર્ષમાં નેટ સીજીએસટી વસૂલાત સુધારેલા અંદાજના ૯૬.૭ ટકા રહી હતી.
નાણાં વર્ષ ૨૫માં વાસ્તવિક જીએસટી વસૂલાત રૂ.૧૦.૨૬ લાખ કરોડ રહી છે જ્યારે સુધારેલો અંદાજ આશરે રૂ. ૧૦.૬૨ લાખ કરોડ છે. જીએસટી ચોરીને ડામવા કેન્દ્ર તથા જીએસટીએન ઈ-ઇન્વોઇસિંગ થકી ડિજિટાઇઝેશન, જીએસટી એનાલિટિક્સ, ગુપ્ત માહિતી મેળવવી, સ્ક્›ટીની માટે રિટર્નની પસંદગી અને વિવિધ જોખમી પરિબળોને આધારે ઓડિટ માટે કરદાતાની પસંદગી સહિતના પગલાં લઈ રહ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ અન્વેષણ અંતર્ગત ફેસિયલ રેક્ગનિશન સિસ્ટમ, ઈ-વે બિલ ડેટા વગેરેની નવી પદ્ધતિઓનો પણ ઉપયોગ વધારાયો હતો.ss1