બોડેલી પાસે શેરીમાં રખડતાં કૂતરાએ હુમલો કરતા ત્રણ વર્ષના બાળકનું મોત

બાળકનો મૃતદેહ કેનાલ પાસેથી મળી આવ્યો
શ્વાન બાળકને ગળાના ભાગેથી ઢસડીને ઘરની બહાર લઈ ગયું હતું અને તેને નર્મદાની કેનાલ સુધી પહોંચાડી દીધું હતું
બોડેલી, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહતમાં ઘર આંગણે રમી રહેલા ત્રણેક વર્ષીય માસુમ બાળકને રખડતા શેરીમા રખડતા શ્વાને ખેંચી લઈ જઈને ફાડી ખાવાની ઘટના સામે આવી છે.
રખડતા હડકાયેલા શ્વાન ના હુમલા માં માસૂમ બાળક નું કમકમાટીભર્યું મોત નીપજતા ગમગીની વ્યાપી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે.પાવીજેતપુરના રતનપુરમાં રહેતા ઉષાબેન તેમના ત્રણ વર્ષના બાળક વંશ સાથે બોડેલીના ધનપુર ખોસ વસાહતમાં આવેલા તેમના પિયરમાં આવ્યા હતા. રવિવારે સાંજે બાળક વંશ ઘરની બહાર રમી રહ્યું હતું, ત્યારે અચાનક એક રખડતા શ્વાને તેના પર હુમલો કર્યાે હતો.
શ્વાન બાળકને ગળાના ભાગેથી ઢસડીને ઘરની બહાર લઈ ગયું હતું અને તેને નર્મદાની કેનાલ સુધી પહોંચાડી દીધું હતું. આ અંગેની જાણ ઉષાબેનને ઘર પાસે રમતો વંશ ન દેખાતા તપાસ કરતા કેનાલ પાસેથી મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પરંતુ બાળકનો મૃતદેહ કેનાલ પાસેથી મળી આવ્યો હતો. ss1