રાજકોટમાં થોરાળા અને મેટોડામાં બે યુવકોની હત્યા

પ્રતિકાત્મક
રાજકોટના ઔદ્યોગિક વિસ્તારોમાં ગુનાખોરી બેફામ બની
થોરાળા પોલીસને મીરા ઉદ્યોગનગરના ખુલ્લા પ્લોટમાંથી એક ૩૫ વર્ષના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી
રાજકોટ, રાજકોટના ઔદ્યોગિક વિસ્તારોમાં ગુનાખોરી બેફામ બની છે. થોરાળા અને મેટોડા વિસ્તારમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે યુવકોની હત્યા થતાં સનસનાટી મચી ગઈ છે.થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના મીરા ઉદ્યોગનગરના ખુલ્લા પ્લોટમાંથી એક ૩૫ વર્ષના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. પોલીસે જણાવ્યું છે કે યુવકના માથામાં પથ્થર મારીને તેની હત્યા કરવામાં આવી છે.
ચોંકાવનારી વાત એ છે કે મૃતકનું પેન્ટ અડધે સુધી ઉતરેલી હાલતમાં હતું. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે કદાચ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના ઈરાદે કે પછી તેવા કૃત્ય દરમિયાન થયેલી માથાકૂટમાં આ હત્યા થઈ હોઈ શકે છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચી હકીકત સામે આવશે.
મેટોડા જીઆઈડીસીમાં પાઠક સ્કૂલ સામેની નિજાનંદ સોસાયટીમાં રહેતા મૂળ ગઢડાના દિલીપસિંહ પ્રવીણસિંહ ગોહિલ (ઉ.વ. ૪૨)ની રવિવારે રાતે ગળું કાપીને હત્યા કરાઇ છે.આરોપી હાર્દિકે ‘મારી પત્નીની કેમ છેડતી કરી છે?’ કહીને દિલીપસિંહ સાથે ઝઘડો કર્યાે હતો અને ત્યારબાદ તેને નજીકની સોસાયટીના ગેટ પાસે બોલાવી પોતાના મિત્ર કેતન ઉર્ફ બીટુ બગડાની મદદથી હત્યા કરી નાખી હતી. ss1