Western Times News

Gujarati News

અક્ષય, પ્રિયંકા અને લારા જેવો જાદુ ‘અંદાઝ ૨’ ચલાવી શકશે?

‘અંદાઝ ૨’ ૮ ઓગસ્ટે થિએટરમાં રિલીઝ થઈ રહી છે

નતાશા ફર્નાન્ડિઝે ‘એક હસીના થી, એક દિવાના થા’ ફિલ્મથી ૨૦૧૭માં ૮ વર્ષ પહેલાં કૅરિઅરની શરૂઆત કરી હતી 

મુંબઈ, નતાશા ફર્નાન્ડિઝે ‘એક હસીના થી, એક દિવાના થા’ ફિલ્મથી ૨૦૧૭માં ૮ વર્ષ પહેલાં કૅરિઅરની શરૂઆત કરી હતી. હવે તેના ડિરેક્ટર સુનીલ દર્શન તેને તેમની આગામી ફિલ્મમાં પણ કાસ્ટ કરી છે. તેઓ આયુશ કુમાર, આકાઇશા અને નતાશા સાથે ‘અંદાઝ ૨’ બનાવી રહ્યા છે. ત્યારે નાતાશાએ આ ફિલ્મ વિશે એક ઇન્ટરવ્યુમાં વાત કરી છે. ‘અંદાઝ ૨’ ૮ ઓગસ્ટે થિએટરમાં રિલીઝ થઈ રહી છે, આ અંગે નાતાશાએ કહ્યું, “મારી સાથે ઘણું ચાલી રહ્યું છે.

હું બહુ ઉત્સુક છું કે આ નવી વાર્તા છે અને ઘણા લોકો કોઈને કોઈ રીતે તેની સાથે પોતાની જાતને જોડી શકશે. સાથે જ હું નર્વસ પણ છું કારણ કે ખબર નથી લોકો આ ફિલ્મને કેવો પ્રતિસાદ આપશે. તેમને આ ફિલ્મ ગળે ઉતરશે કે નહીં.”આ ફિલ્મના પોતાના અનુભવ વિશે નાતાશાએ કહ્યું, “આ પહેલાંની ફિલ્મથી ઘણો અલગ અનુભવ છે.

મારી પહેલી ફિલ્મમાં બે હિરો મને ખુશ કરવાની અને પામવાની કોશિશ કરતા હતા, બધાનું ધ્યાન અને પ્રેમ મારા માટે જ હતા. બધાની નજર મારા પર જ હતી. એ મારી પહેલી ફિલ્મ હતી અને હંમેશા મારા માટે ખાસ રહેશે.”પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર અને લારા દત્તાની ફિલ્મ અંદાઝમાં રબ્બા ઇશ્ક ન હોવે ગીત એ સમયે ઘણું લોકપ્રિય થયું હતું, ત્યારે આ ફિલ્મના ગીત વિશે નાતાશાએ કહ્યું, “મને રબ્બા ઇશ્ક ન હોવે ૨.૦ બહુ ગમે છે.

એમાં અમે ત્રણેય એકસાથે જોવા મળીશું. એ વખતે લોકો ફિલ્મ અલગ રીતે જોતાં . આજની જનરેશન વધુ જાગૃત છે. ગીતના શબ્દો અને ડાન્સ વધુ વાસ્તવિક અને વ્યવહારુ હોય એવું લોકો પસંદ કરે છે. અમે ઇચ્છીએ કે ઓરિજિનલ ફિલ્મના સ્ટાર અમને આ ફિલ્મ માટે આશીર્વાદ આપે.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.