Western Times News

Gujarati News

કૂલી તરીકે કામ કરતો ત્યારે મને હડધૂત કરી દેવાતા રડી પડ્યો હતો : રજનીકાંત

ફિલ્મ ‘કૂલી’ ૧૪ ઓગસ્ટે વર્લ્ડ લાઇડ રિલીઝ થશે

લોકેશ કનગરાજની ‘કૂલી’ના ઓડિયો લોંચમાં મજુરીના દિવસો યાદ કરીને રજનીકાંત ભાવુક થયા

મુંબઈ, લોકેશ કનગરાજની ફિલ્મ ‘કૂલી’ ૧૪ ઓગસ્ટે વર્લ્ડ લાઇડ રિલીઝ થઈ રહી છે, ત્યારે ચેન્નઇમાં આ ફિલ્મની મ્યુઝિક લોંચ ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં હાજરી આપીને રજનીકાંતે આ ઇવેન્ટને વધુ મહત્વની બનાવી દીધી હતી. પોતાના ભુતકાળને યાદ કરીને રજનીકાંત ભાવુક થઈ ગયા હતા. તેઓ જ્યારે વર્ષાે પહેલા કૂલી તરીકે કામ કરતા હતા, ત્યારની દુઃખદ યાદો તાજી થઈ ગઈ હતી.

રજનીકાંતે કહ્યું કે તેમની મજાક ઉડાવાઈ અને તેમને હડધૂત કરવામાં આવ્યા ત્યારે તેઓ રડી પડ્યા હતા. રજનીકાંતે કહ્યું, “હું કૂલી હતો ત્યારે મારા પર ઘણી વખત ગુસ્સો ઠલવાતો અને બરાડા પાડવામાં આવતા. એક દિવસ એક માણસે મને સામાન ટેમ્પોમાં પહોંચાડવા કહ્યું અને મને ૨ રૂપિયા આપ્યા હતા. એનો અવાજ મને જાણીતો લાગ્યો, પછી મને ખબર પડી કે એ કોલેજમાં મારી સાથે ભણતો એક મિત્ર હતો, જેની અમે મજાક કરતા હતા.”આગળ તેમણે જણાવ્યું, “એ વખતે એણે મને હડધૂત કર્યાે અને કહ્યું, “તું એ દિવસોમાં કેટલો ઉદ્ધત હતો..”

એણે મારા કામની મજાક ઉડાવી હતી. એ વખતે પહેલી વખત હું મારા જીવનમાં ભાંગી પડ્યો અને ખુબ રડ્યો હતો.”આ સાથે રજનીકાંતે ફિલ્મના ડિરેક્ટર લોકેશ કનગરાજને ફિલ્મના સાચા હિરો ગણાવ્યા હતા. તેમણે કહ્યું, “આ ફિલ્મના ખરા હિરો બીજું કોઈ નહીં પણ લોકેશ કનગરાજ છે. મારી સાથે સૌથી વધુ કમાણી કરનારા ડિરેક્ટરે કામ કર્યું છે. જોરદાર સ્ટાર કાસ્ટને એકસાથે લાવીને તે સ્ક્રીન પર તોફાન લાવી દેશે.”આ રજનીકાંતની ૧૭૧મી ફિલ્મ છે, જેમાં શ્›તિ હસન, સત્યરાજ, શોબિન સાહિર, ઉપેન્દ્ર અને નાગાર્જુન લીડ રોલમાં છે, આ ઉપરાંત રતિચા રામ, રેબા મોનિકા જોહ્ન, જુનિયર એમજીઆર, કન્ના રવિ, મોનિશા બ્લેસી અને કાલી વેંકટ જેવા કલાકારો છે.

આ ફિલ્મની મ્યુઝિક લોંચ ઇવેન્ટમાં શ્›તિ હસન, અનિરુદ્ધ રવિચંદર, સત્યરાજ, નાગાર્જુન, આમિર ખાન અને લોકેશ કનગરાજ પણ હાજર રહ્યા હતા. આમિરે ઇવેન્ટમાં જણાવ્યું, “મેં જ્યારે કહ્યું રજની સર હીરો છે..તો મેં સ્ટોરી પણ સાંભળી નહોતી. મેં માત્ર રજનીકાંત સરના કારણે જ આ ફિલ્મ કરવાની હા પાડી હતી. મને એમનું બધું જ ગમે છે, એમની સ્માઇલ, એમની આંખો અને એમની સમજ. મેં કશું જ પૂછ્યું નહીં, પૈસા પણ નહી, તારીખ પણ નહી, મારો એક જ પ્રશ્ન હતો, શૂટિંગ ક્યારે શરૂ થાય છે? આ ફૅન્સ માટે ખરા પ્રેમ અને સન્માનની ક્ષણો છે.

”જ્યારે શ્›તિ હસને કહ્યું હતું કે, “જેવું મેં સુપર સ્ટાર રજનીકાંતનો આભાર માનવા મારું મોં ખોલ્યું કે સમગ્ર હોલમાં જાણે એક ગર્જના ગૂંજી ઉઠી. સત્યરાજ સરની દિકરીના રોલ કરવો એ મારા માટે એક મોટી તક હતી. લોકેશ, તમે મને પ્રિતીનો એવો રોલ આપ્યો, જે હું આજીવન ભુલી શકીશ નહીં. મેં જ્યારથી વિક્રમ જોઈ ત્યારથી હું તમારી ફૅન છું.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.