હું વિરાટને મળી પણ નથી અને વાત પણ નથી કરતીઃ તમન્ના

શાહરુખ સાથે તમન્નાએ એક જાહેરાતમાં કામ કર્યું હતું.
આ ઇન્ટરવ્યુમાં તમન્નાએ સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે કામ કરવાના અનુભવ વિશે પણ વાત કરી હતી
મુંબઈ,તમન્ના ભાટિયા એક એવી એક્ટ્રેસ છે, જેણે બોલિવૂડ અને સાઉથની ઇન્ડસ્ટ્રીમાં જાત મહેનતથી પોતાનું નામ અને સ્થાન બનાવ્યું છે. સાથે જ એ એક એવી એક્ટ્રેસ પણ છે, જે અવારનવાર વિવાદમાં પણ રહે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાનાં વિરાટ કોહલી અને પાકિસ્તાની ખેલાડી અબ્દુલ રઝાક સાથેના અફેરની વાતોને માત્ર અફવા ગણાવીને આ અંગે વિગતે વાત કરી હતી. તમન્ના સામાન્ય રીતે કોઈ સફાઇ કે સ્પષ્ટતા આપતી નથી, પરંતુ આ ઇન્ટરવ્યુમાં તેણે એકસાથે બધા જ પ્રશ્નોના જવાબ આપી દીધા છે.
કોહલી સાથેના સંબંધોને સ્પષ્ટપણે નકારી કાઢતાં તમન્નાએ જણાવ્યું, “મને બહુ જ ખરાબ લાગે છે કારણ કે હું એમને માત્ર એક જ વખત મળી છું. એ એક શૂટ પછી હું એને ક્યારેય મળી પણ નથી કે નથી મેં તેમની સે ક્યારેય વાત કરી કે મળી નથી.”જ્યારે અબ્દુલ રઝાક સાથેના સંબંધોને મજાક અને અફવા ગણતા તમન્નાએ આ અંગે પણ ખુલાસો કર્યાે હતો. એક જ્વેલરી સ્ટોરમાં રઝાક અને તમન્ના સાથે જોવા મળ્યાં હતાં. તેથી આ અફવાઓ શરૂ થઈ હતી. આ અંગે તમન્નાએ કહ્યું, “મઝાક મઝાક મેં અબ્દુલ રઝાક.
ઇન્ટરનેટ બહુ મજાની જગ્યા છે. હા, ઇન્ટરનેટના મતે તો મેં અબ્દુલ રઝાક સાથે થોડા સમય માટે લગ્ન પણ કરી લીધાં હતાં. મને માફ કરજો સર, તમારા બે-ત્રણ બાળકો હશે, મને ખબર નથી તમારું જીવન કેવું હશે.”તમન્નાએ કબુલ્યું કે ઘણી વખત આ પ્રકારની અફવાઓનો સામનો કરવો ઘણો અઘરો થઈ જાય છે. તેણે કહ્યું, “આ બહુ શરમજનક વાત છે. જ્યારે તમારે કોઈ લેવા-દેવા જ ન હોય, ત્યારે બહુ ક્ષોભજનક લાગે છે, છતાં લોકોને તેમાંથી કશુંક ઉપજાવી કાઢવું હોય છે. પરંતુ તમે એમાં કશું કરી શકતાં નથી. એ સ્વીકારવું પણ અઘરું છે કે તમે એમાં કશું કરી શકશો નહીં.
તમે બેસીને બધા પર કાબુ તો ન કરી શકો ને.”આ ઇન્ટરવ્યુમાં તમન્નાએ સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે કામ કરવાના અનુભવ વિશે પણ વાત કરી હતી. તમન્ના સલમાન સાથે દુબઈની દબંગ ટુરમાં જોડાઈ હતી, જેના અનુભવ વિશે તેણે કહ્યું, “સલમાન ખાન ખરેખર પ્રેરણાત્મક છે. મેં જ્યારે એને ટેક રિહર્સલમાં જોયા, એ અઢી કલાક સુધી સતત રિહર્સલ કરતા હતા.
સંગીત ચાલુ હતુ, ઘણા લોકો આવતા હતા અને જતા હતા પરંતુ એ સતત ત્યાં જ હતા. મને ખબર નહીં કઈ રીતે. આટલાં લાંબા સમય સુધી સ્ટેજ પર સતત હાજર રહેવું, તેના માટે બહુ શક્તિની જરૂર પડે છે. એમણે જ્યારે ટેક કર્યું ત્યારે મને સમજાયું કે આ કેટલી લાંબી પ્રોસેસ છે.”જ્યારે શાહરુખ સાથે તમન્નાએ એક જાહેરાતમાં કામ કર્યું હતું. આ અંગે તેણે કહ્યું, “એણે આપણને સમજાવ્યું કે પ્રેમ શું છે. મને યાદ છે, અમે એક એડ ફિલ્મ શૂટ કરી હતી અને શાહરુખે સેટ પરના દરેક વ્યક્તિ, બધા સાથે ફોટો લીધા હતા. એ દિવસે સેટ પર લગભગ ૨૦૦ લોકો હતા.”ss1