Western Times News

Gujarati News

જોહ્નની ફિલ્મ ‘તેહરાન’ થિએટરના બદલે OTT પર રિલીઝ થશે

તહેરાન ઇઝારાયલ અને ઇરાનના રાજકારણ પર બનેલી એક બાહોશ અને એકથી વધુ ભાષામાં બનેલી ફિલ્મ છે

વિવાદોને કારણે ફિલ્મ થિએટરમાં રિલીઝ ન થઈ હોવાથી જોહ્ન દુઃખી થયો

મુંબઈ,જોહ્ન અબ્રાહમની ફિલ્મ ‘તેહરાન’ થિએટરને બદલે ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. આ અંગે એક ઇન્ટરવ્યુમાં જોહ્ન અબ્રાહમે દુખ વ્યક્ત કર્યું છે. જ્હોન દેશભક્તિની એક્શન ફિલ્મ માટે જાણીતો છે. જ્હોને કહ્યું, “આ બહુ નિઃરાશાજનક વાત છે, હું મારા શબ્દો તેના પર થોપી દઉં એવો મારો મતલબ નથી પણ તેનાથી તમારુ દિલ તુટી જાય છે, ખાસ કરીને એક એવા કલાકાર માટે જે મોટા પડદા પર રહેવા માગે છે.

અમારે તેના માટે બહુ સમજી વિચારીને નિર્ણય લેવાનો હતો. હાલ જે પ્રકારના વિવાદો અને વિરોધ ચાલી રહ્યા છે, આંતરરાષ્ટ્રિય સ્તરે પણ, ત્યારે ઇરાન અને ઇઝરાયલની વાત કરતી ફિલ્મ લેવા માટે થિએટર્સ પણ અસમંજસમાં હતાં. તેથી અમારી પાસે બે વિકલ્પો હતા, રિલીઝ જ ન કરીએ અથવા કોઈ એવા ડિજીટલ પ્લેટફર્મ પર રિલીઝ કરીએ જે નીડરતાથી આ વાર્તાને આગળ લઇ જઈ શકે, સદદનસીબે ઝી૫ અમારી સાથે જોડાયું.

”આગળ જ્હોને કહ્યું, “મેં આ ફિલ્મને એક વિદેશની ફિલ્મની જેમ જોવાનો અને બનાવવાનો પ્રયત્ન કર્યાે છે. તમે ફિલ્મ જોશો એટલે તમને અંદાજ આવી જશે. આ ફિલ્મમાં ફારસી ભાષાનો પણ ઘણો ઉપયોગ કર્યાે છે. તેમાં ઘણી જગ્યાએ હિબ્› પણ સાંભળવા મળશે. આ ફિલ્મ માત્ર એક કલાક ૫૦ મિનિટની છે. એવું પણ બને કે મોટી સંખ્યાં દર્શકો આ ફિલ્મ સાથે પોતાને ન જોડી શકે.” તહેરાન ઇઝારાયલ અને ઇરાનના રાજકારણ પર બનેલી એક બાહોશ અને એકથી વધુ ભાષામાં બનેલી ફિલ્મ છે, જે ૧૪ ઓગસ્ટથી ઝી૫ પર જોઈ શકાશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.