ઓલ ટાઇમ પ્લાસ્ટિક્સનો IPO ગુરુવાર, 7 ઓગસ્ટ, 2025ના રોજ ખૂલશે

- પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 260થી રૂ. 275નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે. ઇક્વિટી શેર દીઠ રૂ. 26નું ડિસ્કાઉન્ડ એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ બિડિંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઓફર કરવામાં આવે છે
- ફ્લોર પ્રાઇઝ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુના 130 ગણી છે અને કેપ પ્રાઇઝ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુના50 ગણી છે
- બિડ/ઓફર ગુરુવાર, 7 ઓગસ્ટ, 2025ના રોજ ખૂલશે અને સોમવાર, 11 ઓગસ્ટ, 2025ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બુધવાર, 6 ઓગસ્ટ, 2025 છે.
- બિડ્સ લઘુતમ 54 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 54 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
- આરએચપી લિંકઃ
https://dhxsmo2hh5phd.cloudfront.net/media/Gcuxdf_Project-Sahaj—RHP-Filing-Version.pdf
અમદાવાદ, 5 ઓગસ્ટ, 2025: ઓલ ટાઇમ પ્લાસ્ટિક્સ લિમિટેડ ગુરુવાર, 7 ઓગસ્ટ, 2025ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓના સંદર્ભે તેની બિડ/ઓફર ખુલ્લી મૂકશે (“Bid/Offer Opening Date”).
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ્સ) નિયમનો, 2018, અને સુધારા (“SEBI ICDR Regulations”) મુજબ એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બુધવાર, 6 ઓગસ્ટ, 2025 રહેશે. બિડ/ઓફર ગુરુવાર, 7 ઓગસ્ટ, 2025ના રોજ ખૂલશે અને સોમવાર, 11 ઓગસ્ટ, 2025ના રોજ બંધ થશે (“IPO Issue Dates”). યુપીઆઈ મેન્ડેટ અને સમય તથા તારીખ 11 ઓગસ્ટ, 2025ના સાંજના 5.00 કલાક રહેશે.
ઓફરમાં રૂ. 2,800.00 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (“Fresh Issue”) અને 43,85,562 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે (“Offer For Sale”, together with the Fresh Issue, the “Offer”).
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી કુલ આવકનો આ પ્રમાણે ઉપયોગ કરવા ધારે છેઃ (એ) અંદાજે રૂ. 1,430 મિલિયન સુધીના કંપની દ્વારા લેવાયેલા ચોક્કસ બાકી દેવાની સંપૂર્ણ કે આંશિક ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે (બી) અંદાજે રૂ. 1,137.14 મિલિયનની માણેકપુર ફેસિલિટીમાં વેરહાઉસ માટે ઓટોમેશન સ્ટોરેજ અને રિટ્રાઇવલ સિસ્ટમ (એએસઆરએસ)ના ઇન્સ્ટોલેશન અને માણેકપુર ફેસિલિટી માટે ઇક્વિપમેન્ટ તથા મશીનરીની ખરીદી માટે અને (સી) બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
વેચાણ માટેની ઓફરમાં કૈલાશ પુનમચંદ શાહ દ્વારા 14,61,854 સુધીના ઇક્વિટી શેર્સ, ભૂપેશ પુનમચંદ શાહ દ્વારા 14,61,854 સુધઈના શેર્સ અને નિલેશ પુનમચંદ શાહ દ્વારા 14,61,6854 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
મુંબઈ ખાતે મહારાષ્ટ્રના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“ROC”)માં તારીખ 1 ઓગસ્ટ, 2025ના રોજ ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”) દ્વારા ઓફર કરાયેલા ઇક્વિટી શેર્સને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા(“NSE”) અને બીએસઈ લિમિટેડ (“BSE” and together with “NSE”, the “Stock Exchanges”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે બીએસઈ નિયુક્ત શેરબજાર રહેશે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા અને સુધારેલા (“SCRR”) સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2) (બી)ના સંદર્ભે તથા સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (1) ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેમાં નિયમન 32(1) મુજબ ઓફરના કમસે કમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”, the “QIB Portion”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની સેબી આઈસીડીઆર નિયમનોના અનુસંધાનમાં બુક રનિંગ લીડ મેનેજર્સ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે.
એન્કર ઇન્વેસ્ટર્સ પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી (“Anchor Investor Allocation Price”) કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાયના) (“Net QIB Portion”) ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે રહેલા બાકીના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીમાં પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત (અ) નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે (જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.0 મિલિયન સુધીની બિડ્સ ધરાવતા બિડર્સ માટે અનામત રખાશે અને બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.0 મિલિયનથી વધુની બિડ્સ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે),
એ શરતે કે આ બંને સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલા હિસ્સાને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. (બી) સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નેટ ઓફરનો લઘુતમ 35 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. આ ઉપરાંત એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે 35,750 ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે જે ઓફર કિંમત કે તેનાથી વધુની કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે જે એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટની નેટ રહેશે.
એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય તમામ સંભવિત બિડર્સે ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે તથા સંબંધિત ASBA ખાતાની તેમજ યુપીઆઈ બિડર્સના (અહીં જણાવ્યા મુજબ) કિસ્સામાં યુપીઆઈ આઈડી સહિત (અહીં જણાવ્યા મુજબ) ની વિગતો આપવાની રહેશે (અહીં જણાવ્યા મુજબ) જેમાં સ્પોન્સર બેંકો અથવા સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા, જે લાગુ પડતી હોય તે, સંબંધિત બિડની રકમની મર્યાદામાં ચોક્કસ રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી એન્કર ઇન્વેસ્ટર્સ પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે આરએચપીના પેજ 489 પર “Offer Procedure” વાંચો.
ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ અને ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.