GLS યુનિવર્સિટી દ્વારા નાના પાયાના મહિલાઓ ઉદ્યોગકારોને સશક્ત બનાવવાના હેતુથી ક્રીએટિવ વર્કશોપ અને પ્રદર્શન યોજાયું

અમદાવાદ, ૪ ઓગસ્ટ, ૨૦૨૫ – જી.એલ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા તેની કોલેજિયટ વુમન ડેવલપમેન્ટ કમિટી (CWDC)ના આશ્રય હેઠળ “ક્રીએટિવ વર્કશોપ એન્ડ એક્ઝિબિશન”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કલા, સર્જનાત્મકતા અને સ્થાનિક હસ્તકલા ઉજવવાનો તેમજ વિદ્યાર્થીઓને પરંપરાગત હસ્તકલા શીખવા માટે એક મહત્વપૂર્ણ મંચ પ્રદાન કરવાનો હતો.
આ કાર્યક્રમે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા સી.એ. સિદ્ધાર્થ ભટ્ટ, જેઓ એક જાણીતા મીડિયા પર્સનાલિટી તેમજ વેપાર, બિઝનેસ અને નીતિ વિષયક નિષ્ણાત છે. તેમણે નાના પાયાના મહિલાઓ ઉદ્યોગકારોની મહેનત અને સમર્પણ અંગે વાત કરી અને સ્ટાર્ટઅપ્સ, નવીનતાઓ વગેરે વિશે વિધાર્થીઓને નવી દૃષ્ટિ આપી.
આ કાર્યક્રમમાં વિશિષ્ટ ઉપસ્થિતિ નોંધાવી હેતલ અમીન મેડમએ, જેઓ કલ્યાણી સહસીક મહિલા વિકાસ સંગ અને અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશનની અધ્યક્ષ છે. મહિલા હસ્તશિલ્પીઓને સંસ્થાનો સાથે જોડવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.
ક્રીએટિવ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ હસ્તકલા શીખી જેમાં થ્રેડવર્ક, રાખડી અને ફ્રેન્ડશિપ બેન્ડ બનાવવાનું તાલીમ આપવામાં આવ્યું. આ પછી આયોજિત એક્ઝિબિશનમાં મહિલાઓ ઉદ્યોગકારોએ પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કર્યા અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ખરીદી પણ કરી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો રહ્યો. આ સમગ્ર કાર્યક્રમનું સુનિયોજિત સંચાલન ડો. ગીતાંજલી રામપલ અને ડો. ભાવના પરવાણી દ્વારા કરવામાં આવ્યું.