Western Times News

Gujarati News

છેલ્લા ૪ વર્ષમાં રાજ્યમાં દરોડા પાડીને આશરે રૂ. ૬ કરોડ થી વધુની દવાઓ / કોસ્મેટીક બનાવટો જપ્ત કરવામાં આવી

ગુજરાતમાં રાજ્ય બહાર થી આવતી ડુપ્લીકેટ અને નકલી દવાઓ માટેની સઘન ચકાસણી અર્થે રાજ્ય સરકાર SOP તૈયાર કરશે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

SOP અમલીકરણ સાથે ડુપ્લીકેટ/નકલી દવાઓ સામે ઝીરો ટોલરન્સ અપનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

આ પ્રકારની દવાઓ રાજ્યમાં પ્રવેશતી અટકાવવા અને આવે તો તુરંત પકડી પાડવા રાજ્ય સરકાર વડોદરાની લેબોરીટરી ઉપરાંત નવી ૩ ટેસ્ટીંગ લેબ શરૂ કરવા જઈ રહી છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાયુક્ત દવાઓ અને ખોરાક મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળના ફુડ એન્ડ ડ્રગ્સ યુનિટ સતત કાર્યરત છે. તાજેતરમાં રાજ્યમાં કેટલીક સ્થળે નકલી તેમજ બનાવટી દવાઓ રાજ્ય બહારમાંથી પ્રવેશતી હોય અને વેચાણ થતું હોવાનું રાજ્ય સરકારને ધ્યાને આવ્યું. રાજ્ય સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ ચકાસણી કરીને આવા તત્વો સામે કાર્યવાહી પણ કરી છે.

જેને વધુ સધન અને સખ્ત બનાવવા માટે ગુજરાતમાં રાજ્ય બહારથી આવતી દવાઓની ચકાસણી અર્થે સરકાર દ્વારા SOP તૈયાર કરવામાં આવનાર હોવાનું આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

SOP અમલીકરણ સાથે ડુપ્લીકેટ/નકલી દવાઓ સામે ઝીરો ટોલરન્સ અપનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની રહેશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.

ગુજરાતમાં રાજ્ય બહારની બનાવટી/સ્પુરીયસ/કાઉન્ટરફીટ દવાઓ અટકાવવાની દિશામાં સરકાર સઘન કામગીરી હાથ ધરશે.

રાજ્યનું ખોરાક તથા ઔષધ નિયામક તંત્ર અને કેન્‍દ્ર સરકારનું CDSCO દવા વ્યવસાયમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સામે સતત મોનીટરીંગ કરે છે.જેથી કરીને રાજ્યના નાગરીકોના જાહેર આરોગ્ય સાથે લેભાગુ તત્વો દ્વારા દવાના ઉત્પાદન અને વેચાણમાં ગેરરીતી કરીને લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે નહી.

છેલ્લા ૪ વર્ષમાં રાજ્યમાં બનાવટી દવાઓ / કોસ્મેટીક બનાવટો અટકાવવા માટે દરોડા પાડીને આશરે ૬ કરોડ થી વધુની દવાઓ / કોસ્મેટીક બનાવટો જપ્ત કરવામાં આવી. જેમાં આશરે ૭૫ વ્યક્તિ / પેઢીઓ સંડોવાયેલી જોવા મળી હતી જેની સામે કાર્યવાહી કરાઇ. જેમાંથી મોટાભાગના કિસ્સાઓમાં આવી બનાવટી દવાના ખરીદ વેચાણ સંગ્રહના માન્ય પરવાના ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓનો સમુહ જોડાયેલ હોય છે તથા તપાસમાં એ પણ જાણવા મળેલ છે કે મોટાભાગના કિસ્સાઓમાં બનાવટી દવાઓ રાજ્ય બહારથી આવતી હોય છે.

અત્રે ઉલ્લેખની છે કે, ગુજરાત ભારતના ફાર્મા ઉદ્યોગમાં અગ્રણિય રાજ્ય છે. રાજ્યમાં ૫૦૦૦ કરતાં વધારે દવાના ઉત્પાદકો અને ૫૫૦૦૦ કરતાં વધારે રિટેલ/હોલસેલ દુકાનો લાયસન્સ સાથે કાર્યરત છે.

રાજ્યમાં નકલી/સ્પુરીયસ/બનાવટી દવાઓ આવતી અટકે અને આવે તો તુરંત પકડી શકાય તેના માટે રાજ્ય સરકાર વડોદરાની હાલની કાર્યરત એન.એ.બી.એલ. પ્રમાણીત લેબોરીટરી ઉપરાંત નવી ૩ ટેસ્ટીંગ લેબ શરૂ કરવા જઈ રહી છે. તથા On site Testing (સ્થળ પર જ ટેસ્ટીંગ) ને વધુ ઘનીષ્ઠ કરવા અત્યાધુનિક હેન્‍ડ હેલ્ડ ડિવાઇસ (રમણ સ્પેક્ટ્રોમીટર વીથ એડવાન્‍સ ટેકનોલોજી) ના ૧૦ સેટ પણ ખરીદવા જઈ રહી છે.

નકલી/સ્પુરીયસ/બનાવટી દવા પકડવા ફ્લાઈંગ સ્કોડની રચના કરવામાં આવી છે. જેથી આવા ઈસમોને તાત્કાલીક પકડી શકાય. તાજેતરમાં ફ્લાઈંગ સ્કોડ (ડ્રગ) દ્વારા ૨૦ લાખની કિંમતની નકલી દવાઓ (લીડીંગ કંપનીની ડુપ્લીકેટ પણ સામેલ છે.) પકડવામાં આવેલ છે.

તંત્રને વધુ સક્ષમ કરવા તથા નકલી દવાઓને અન્ય રાજ્યમાંથી આવતી અટકાવવા માટે ટ્રાન્સપોટર / કુરીયર એજન્‍સી જાણે અજાણે સામેલ હોય છે અને મોટેભાગે દવાઓ લાયસન્સ વગરની જગ્યાએથી/બિલ વગર/ બિલથી/ કેશથી/ કેશ મેમો વગર અસલી દવા કરતા ખુબ જ ઓછી કિંમતે (૧૦-૫૦% ભાવથી) વેચાણ થતી હોય છે. જેને અટકાવાવાની કામગીરી વધુ સુદ્રઢ કરવા માટે ડીપાર્ટમેન્ટમાં એક બ્રેઈન સ્ટોર્મીંગ ચાલી રહ્યુ છે. તથા સ્ટેક હોલ્ડરના ઈનપુટ મેળવવામાં આવી રહ્યા છે. જે મેળવીને ગુજરાતમાં ડુપ્લીકેટ/ બાનાવટી/ કાઉન્ટર ફીટ દવા સામે ઝીરો ટોલરંન્સ ધ્યાને રાખીને SOP (સ્ટાંડર્ડ ઓપરેટીંગ પ્રોઝીઝર) તૈયાર કરવામાં આવશે.

SOP (Standard Operating Procedure) ની મુખ્ય બાબતો:

૧ પરપ્રાંતીય દવાઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું

૨ દવા વહન કરનાર ટ્રાન્સપોર્ટરોની નોંધણી કરવી

૩ કેમીસ્ટ/હોલસેલર દંડનીય પ્રવૃત્તિમાં ઝડપાય તો પરવાના રદ કરવા

૪ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાનું કડક પાલન કરવું

૫ મોંઘી અને “Fast Moving” દવાઓ પર ઘનિષ્ઠ મોનીટરીંગ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.