Western Times News

Gujarati News

આખરે બહાર ખેંચી લેવામાં આવ્યું ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર 

ગંભીરા બ્રીજ

 (જૂઓ વિડીયો) રેગીન એક્ટિવિટી કરીને બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટેન્કરને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું હતું.

(એજન્સી)ગાંધીનગર, ગંભીરા બ્રિજ પર લટેકેલું ટેન્કર બહાર કાઢવામાં આવ્યું છે. મરિન બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ કરી ટેન્કરને લગભગ ૨૮ દિવસ બાદ બહાર કઢાયું છે. ટેન્કર નીચે મરીન બલૂન મૂકાયા હતા. જ્યારે મરીન બલૂનમાં હવા ભરીને ટેન્કરને ઉંચું કરાયું હતું.

આખરે ટેન્કરને ભારે જહેમત બાદ સલામતીપૂર્વક બહાર કાઢવામાં આવતાં ટેન્કર માલિક અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ટેન્કરના માલિકે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. ટેન્કર માલિકની ટેન્કર ઉતારવા અનેક રજૂઆતો છતાં ટેન્કર ઉતારવા વડોદરા અને આણંદ જિલ્લા તંત્ર એક બીજા ઉપર જવાબદારી ઢોળી રહ્યા હતા. આખરે મુખ્યમંત્રીએ ટેન્કર ઉતારવાની જવાબદારી આણંદ વહીવટી તંત્રને સોંપી દીધી હતી.

જ્યારે ઘટનાના ૨૩ દિવસ બાદ ટેન્કર ઉતારવા ટીમોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પોરબંદરની ટીમે બ્રિજની મુલાકાત લઇને ટેન્કર કેવી રીતે સફળતાપૂર્વક કોઈપણ જાતના નુકશાન વગર બહાર કાઢી શકાય તે માટે કામગીરીની શરૂઆત કરી હતી.

ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર ઉતારવાની કામગીરી પોરબંદરની મરીન ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ કરશે. રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરાયું છે. હેવી મશીનરીનો ઉપયોગ કરવો જોખમી હોવાથી પોરબંદરની એક ખાનગી કંપનીએ આ ટેન્કર ઉતારવા કાર્યવાહી હાથ ધરી હતી.

પોરબંદરની એક કંપની એક માત્ર આ કામ કરવા સક્ષમ હોવાથી તંત્રએ સુરક્ષિત રીતે ટેન્કર ઉતારવા મામલે શક્યતા વ્યક્ત કરી હતી. નિષ્ણાંતોની ૨૦ લોકોની ટીમ દ્વારા સર્વે કરાયો હતો. રેગીન એક્ટિવિટી કરીને બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટેન્કરને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું હતું. આ સાથે જ ગુજરાતના સૌથી મોટા લટકતા પ્રશ્નનો ઉકેલ આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.