Western Times News

Gujarati News

જુલાઈમાં પાણીજન્ય રોગચાળાના એક હજાર કરતા વધુ કેસ અમદાવાદમાં નોંધાયા

(પ્રતિનિધી)અમદાવાદ,  સ્માર્ટ સીટી અમદાવાદમાં ડેગ્યુ, કોલેરા, કમળા જેવા રોગચાળાના કેસ સતત વધી રહ્યા છે મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવામાં માટે દવા છંટકાવ જેવી વિવિધ કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત મચ્છર ઉતપત્તી નિયંત્રણ માટે ખાસ ઝુંબેશ પણ કરવામાં આવે છે.

મંગળવારે રહેણાક વિસ્તારમાં કરેલી આવી ઝુંબેશ દરમિયાન કોર્પોરેશને ૫૦૪ એકમોને નોટીસ આપી રૂપીયા ૨ લાખનો દંડ વસુલ્યો હતો જ્યારે જુન જુલાઈ મહિનામાં ડેન્ગયુ, ઝાડા-ઉલટી અને કોલેરાના કેસોમાં ચિંતા જનક વધારો જોવા મળ્યો છે.

શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે રોગચાળો વકરી રહ્યો છે શહેરમાં જુલાઈ મહિના દરમિયાન ઝાડા ઉલટીના ૭૮૯, કમળાના ૭૯૫, ટાયફોઈડ, ૬૧૫ અને કોલેરાના ૨૭ કેસ નોંધાયા છે.

શહેરના વટવા વિસ્તારમાં કોલેરાના ૪, મક્તમપુરામાં ૩, રામોલ હાથીજણમાં ૩, અસારવામાં ૨ અને ઈશનપુરમાં બે કેસ નોંધાયા છે આ ઉપરાંત ઠક્કરનગર, ગોમતીપુર રખીયાલ, ખાડીયા, અમરાઈવાડી, સરખેજ લાંબા, નિકોલ સહિતના વિસ્તારોમાંથી પણ કોલેરાના કેસ બહાર આવી રહ્યા છે.

તેવી જ રીતે જુલાઈ મહિનામાં સાદા મેલેરીયાના ૧૩૫, ઝેરી મેલેરીયા ૨૩ અને ડેગ્યુના ૧૪૪ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કુલ ૩૦૫ કેસ કન્ફર્મ થયા છે. શહેરના સરસપુર વિસ્તારમાં ડેન્ગ્યુના ૨૧, ગોમતીપુરમાં ૨૪ અને બહેરામપુરામપુરામાં ૨૦ કેસ નોંધાયા છે.

મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ૪ અને ૫ ઓગષ્ટે ખાસ ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં ૧૦૬૫ એકમોને ચેક કરી ૫૦૪ એકમોને નોટીસ આપવામાં આવી હતી અને રૂપીયા બે લાખનો વહવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ૧૦૪ નોટીસ આપવામાં આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.