બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં વોટર વેરિફિકેશન થશે

SIR પ્રક્રિયા હેઠળ રાજ્યમાં ૧ ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું
બિહાર, ચૂંટણી પંચે બિહાર બાદ હવે બંગાળમાં પણ મતદારોની યાદીમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની પ્રક્રિયા શરૂ કરી છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખી આ અંગે માહિતી આપી હતી. રાજ્યના ચૂંટણી પંચના અધિકારીઓને મતદારોની યાદી પર જીંઇની પ્રક્રિયા શરૂ કરવા આદેશ અપાયો છે.
બિહારમાં મતદારોની યાદીનું પુનઃનિરીક્ષણનું કામ અંતિમ તબક્કામાં છે.
SIR પ્રક્રિયા હેઠળ રાજ્યમાં ૧ ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.આ પ્રક્રિયા બાદ બિહારમાં આશરે ૬૫ લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરાશે. જેમાં મોટાભાગના મતદારો મૃત્યુ પામ્યા છે. બાકીના એવા મતદારો સામેલ છે, જે અન્ય રાજ્ય કે વિદેશમાં સ્થાયી થયા હોય. અમુક એવા મતદારો પણ સામેલ છે, જેમના નામ એક કરતાં વધુ મત વિસ્તારોમાં નોંધાયેલા હતા.
બિહારમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી વોટર્સ જીંઇ પ્રક્રિયાનો કોંગ્રેસ સહિત વિપક્ષ સતત વિરોધ કરી રહ્યો છે. વિપક્ષ ચૂંટણી પંચની આ કામગીરીને ભાજપ સાથે મીલિભગત ગણાવી રહ્યું છે. મતોની ચોરીનો પણ આરોપ મૂકાઈ રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે, ચૂંટણી પંચ ભાજપના ઈશારા પર મતોની ચોરીમાં ભાગીદારી આપી રહ્યું છે.
બિહારમાં જીંઇનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્્યો છે.
ચૂંટણી પંચની આ કામગીરીમાં મતદારોએ સક્રિયપણે રૂચિ દર્શાવી હતી. બીજી બાજુ અન્ય રાજકીય પક્ષો દ્વારા આ કામગીરી વિરૂદ્ધ ફરિયાદો થઈ રહી છે. યોગ્ય મતદારોને યાદીમાં સામેલ કરવા તેમજ અયોગ્ય મતદારોને દૂર કરવા સંબંધિત ૧૯૨૭ કેસ નોંધાયા છે. જ્યારે ફોર્મ-૬ હેઠળ નવા મતદારોની નોંધણી, નામ કમી તેમજ અન્ય ઘોષણા પત્ર સંબંધિત ૧૦૯૭૭ અરજી થઈ હતી.
બિહારમાં રાજકીય પક્ષોની નિÂષ્ક્રયતા વચ્ચે સામાન્ય મતદારોએ જીંઇ પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પંચને મળેલી કુલ ૧૯૨૭ ફરિયાદો અને ૧૦૯૭૭ અરજી આ વાતનું પ્રમાણ છે કે, લોકો પોતાના મતાધિકાર માટે સજાગ છે. અરજીમાં મુખ્યત્વે નવા મતદારોનો ઉમેરો, ખોટું નામ દૂર કરવુ તેમજ મતદાર યાદીમાં સુધારા સંબંધિત પ્રશ્નો સમાવિષ્ટ છે.
વિપક્ષ પણ આ પ્રતિસાદ પર મૌન છે. નિષ્ણાતોનું માનવુ છે કે, વિપક્ષના આશરે ૬૦,૦૦૦ બૂથ લેવલ એજન્ટ્સને અત્યારસુધી મતદાર યાદીમાં કોઈ વાંધાજનક નામ મળ્યું નથી. ચૂંટણી પંચે તમામ પક્ષો અને નાગરિકોને અપીલ કરી છે કે, તે મતદારોની યાદીને વધુ સચોટ બનાવવા સહયોગ આપે.