ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના કાફલા પર કૂચબિહારમાં હુમલો કોણે કર્યો?

તેમના કાફલામાં ઓછામાં ઓછી એક કાર, જેમાં પોલીસ એસ્કોર્ટ વાહનનો સમાવેશ થતો હતો, તેના કાચ તૂટી ગયા હતા
પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીના કાફલા પર કૂચબિહારમાં કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસ (્સ્ઝ્ર)ના કાર્યકરોએ હુમલો કર્યો. આ ઘટના બપોરે ખગરાબાડી વિસ્તારમાં બની હતી.
આ બનાવ ત્યારે બન્યો જ્યારે શુભેન્દુ અધિકારી કોલકાતા હાઈકોર્ટના આદેશ પછી, જિલ્લામાં પક્ષના કાર્યકરો પર કથિત હુમલાની ઘટનાઓ અંગે પોલીસ અધિક્ષક (જીઁ)ને મળવા જઈ રહ્યા હતા. ત્યાં તેમની પાર્ટીની એક બેઠક પણ યોજાવાની હતી.
Rohingas launched a deadly attack on Leader of the Opposition Suvendu Adhikari and several other BJP MLAs and leaders, vandalizing multiple vehicles in a violent rampage.
ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, બપોરે ૧૨ઃ૩૫ વાગ્યે જ્યારે અધિકારીનો કાફલો ખાગરાબારી ક્રોસિંગમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તૃણમૂલ કોંગ્રેસનાકાળા ઝંડા લઈને એક ટોળું ખાગરાબારી ક્રોસિંગ પર ભેગું થયું હતું. પ્રદર્શનકારોએ ‘પાછા જાઓ’ના નારા લગાવ્યા અને તેમના વાહન પર જૂતા ફેંક્્યા હોવાના અહેવાલ છે. તેમના કાફલામાં ઓછામાં ઓછી એક કાર, જેમાં પોલીસ એસ્કોર્ટ વાહનનો સમાવેશ થતો હતો, તેના કાચ તૂટી ગયા હતા.
જિલ્લામાં પાર્ટીના ધારાસભ્યો પર થયેલા તાજેતરના હુમલાઓના વિરોધમાં ભાજપના કાર્યકરોએ કૂચબિહાર પોલીસ અધિક્ષક કાર્યાલયનો ઘેરાવ કરવાની યોજના બનાવી હતી. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મુલાકાત દરમિયાન પોલીસ અધિક્ષકને મળવાના હતા. ભાજપે આ હુમલા માટે શાસક તૃણમૂલ કોંગ્રેસને દોષી ઠેરવી હતી
અને દાવો કર્યો હતો કે આ વિરોધ પક્ષના નેતાને ડરાવવાનો પૂર્વયોજિત પ્રયાસ હતો. જોકે, તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો હતો કે તોડફોડમાં તૃણમૂલના કોઈ કાર્યકર્તા સામેલ નહોતા અને આ હુમલો ભાજપની આંતરિક વિખવાદનું પરિણામ હતું.સ્થળ પરથી મળેલા ફોટોમાં, વિરોધીઓ તૃણમૂલ કોંગ્રેસના ઝંડા લહેરાવતા અને કાફલામાં રહેલા વાહનો પર ભીડમાંથી જૂતા ફેંકતા જોઈ શકાય છે. આ ઘટનામાં કોઈ ઘાયલ થયા હોવાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.
કૂચબિહારમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, તેઓએ મંગળવારે જિલ્લાના વિવિધ ભાગોમાં ‘ભાષા આંદોલન’નું આયોજન કર્યું હતું. સ્થાનિક તૃણમૂલ નેતૃત્વએ અધિકારીની એસપી ઓફિસ સુધી કૂચ કરવાની યોજનાના જવાબમાં વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરી હતી. ્
કૂચબિહાર એકમે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ હેઠળ, કૂચબિહારમાં ૧૯ સ્થળોએ ધરણા કરવામાં આવ્યા હતા. આ સ્થળોમાંનું એક કૂચબિહારમાં ખાગરાબારી હતું, જ્યાં શુભેન્દુ અધિકારીના કાફલાની આસપાસ વિરોધ પ્રદર્શનો થયા હતા.