આ કારણસર ભારતમાં થઈ શકે છે ઇન્ટરનેટ ઠપ ?

રેડ સીમાં બિછાવાયેલા કેબલ્સને રિપેર કરવા જહાજો જાય તો પણ હૂથીઓ તેમની પાસેથી ખંડણી વસૂલે છે.
રિલાયન્સ જિયોની ઇન્ડિયા-યુરોપ એક્સપ્રેસ જેવી મહત્ત્વપૂર્ણ કેબલ્સ મુંબઈ અને ચેન્નાઈના દરિયાકાંઠા સુધી પહોંચી રહી છે-ગૂગલ, રિલાયન્સ અને એરટેલના કેબલ્સ હૂથીઓ કાપી નાખે તેવો ડર
નવીદિલ્હી, અમેરિકા અને ઇઝરાયેલ માટે માથાનો દુઃખાવો બનેલા હુથી બળવાખોરો હવે ભારતને પણ અસર કરે તેવી સંભાવના છે. રેડ સીમાં યમનના હુથીએ તનાવ વધારી દીધો છે. તેના લીધે ભારતના ઇન્ટરનેટ પર અસર પડી શકે છે. વાસ્તવમાં ભારતના મોટાભાગના ઇન્ટરનેટ કેબલ્સ આ જ રસ્તે થઈને જાય છે. જો આ કેબલ્સને નુકસાન થયું તો ભારતમાં ઇન્ટરનેટ ઠપ પડી શકે છે.
📰 હુથી બળવાખોરો કોણ છે? – યમનનો જંગ અને આંતરરાષ્ટ્રીય અસર
પરિચય:
હુથીઓ (Houthi Rebels) એ યમન દેશની શિયા મુસ્લિમ ઝૈદી સામૂદાયિક જાતિથી આવેલી એક બળવાખોર મિલિટન્ટ જૂથ છે, જેને પોતાને “અન્સાર અલ્લાહ” (Ansar Allah – અલ્લાહના સહયોગી) તરીકે ઓળખાવે છે. આ જૂથ છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી યમનમાં સરકાર વિરૂદ્ધ સશસ્ત્ર લડત ચલાવી રહ્યું છે.
📜 હુથીઓનો ઈતિહાસ અને ઉદ્ભવ
-
હુથી આંદોલનનો આરંભ 1990ના દાયકામાં થયો, ખાસ કરીને સાયદા હુતી (Hussein Badreddin al-Houthi)ના નેતૃત્વ હેઠળ.
-
એ સમય દરમિયાન હુતી પરિવાર અને સમર્થકો યમનમાં શિયાઓના હક્કો માટે લડી રહ્યા હતા અને સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા હતા.
-
2004માં યમન સરકારે હુસૈન હુતીની હત્યા કરી હતી, જેના પછી આંદોલન વધુ ઉગ્ર બન્યું.
-
🌍 આંતરરાષ્ટ્રીય માળખું અને સામેલ દેશો
-
ઇરાન હુથીઓને શસ્ત્રો, ડ્રોલ અને ટેક્નોલોજીકલ મદદ આપે છે (ઇરાન શિયા દેશ છે).
-
સાઉદી અરેબિયા અને તેની આગેવાની હેઠળના ગઠબંધન (UAE સહિત) હુથીઓ સામે યમન સરકારનું સમર્થન કરે છે.
-
આ કારણે યમનનો મુદ્દો પ્રોક્સી વોર (Proxy War) બની ગયો છે – એટલે કે ઇરાન અને સાઉદી વચ્ચે અસંખ્ય નાગરિકોના જીવ નાશ પામે છે.
-
આ પરિસ્થિતિથી બચવા માટે કેબલ કંપનીઓએ તના પ્રયત્નો વધુ વેગવંતા બનાવ્યા છે. ગૂગલ, એરટેલ અને જિયો જેવી કંપનીઓનું ઇન્ટરનેટ હાલમાં ભયમાં છે. ભારતની ડિજિટલ ઇકોનોમી માટે રેડ સીનો રસ્તો અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે. અહીં કહી શકાય કે આ રસ્તેથી પસાર થતાં કેબલ પર જ ભારતની ડિજિટલ ઇકોનોમી ટકેલી છે. આ કેબલ્સ ભારતને વર્લ્ડ ઇન્ટરનેટ સાથે જોડવાનું કામ કરે છે.
અહીંથી ગૂગલની બ્લૂ રમન, એરટેલની ટુ આફ્રિકા અને સી મી વી સિક્સ તથા રિલાયન્સ જિયોની ઇન્ડિયા-યુરોપ એક્સપ્રેસ જેવી મહત્ત્વપૂર્ણ કેબલ્સ મુંબઈ અને ચેન્નાઈના દરિયાકાંઠા સુધી પહોંચી રહી છે. કેબલ કંપનીઓએ આ સ્થિતિનો સામનો કરવા માટે તૈયારી શરૂ કરી દીધી છે.
કંપનીઓ વધુને વધુ ફાઇબર જોડી રહી છે, જેથી ઇન્ટરનેટ કેબલ્સ કપાય તો તેનો ઉપયોગ કરી શકાય. રેડ સીમાં વધતા ભયને જોતાં લાઇમસ્ટોર્મ ગુ્રપના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર અમજિત ગુપ્તા જણાવે છે કે આ ક્ષેત્રમાં તનાવ વધી ગયો છે. જો કોઈપણ મુશ્કેલી આવે તો કેબલને રિપેર કરવા અઘરા હશે.
આ જ કારણે કેટલીય કંપનીઓ હવે રેડ સીને છોડીને જમીન પર કેબલ્સ બિછાવવાનો વિકલ્પ અજમાવી રહી છે. જો કે આ એક મોંઘી પ્રક્રિયા છે. આમ કરવાથી ડેટા સર્વિસિસ અને ક્લાઉડ સેન્ટરનો ખર્ચ વધી જશે.
રેડ સીમાં બિછાવાયેલા કેબલ્સને રિપેર કરવા જહાજો જાય તો પણ હૂથીઓ તેમની પાસેથી ખંડણી વસૂલે છે. કેબલ કાપવાનો ડર બતાવી હૂથીઓએ કેટલાક દેશો પર દબાણ કાયમ કર્યુ છે. અમેરિકાએ તેમને પદાર્થપાઠ શીખવાડવા તેમના પર હુમલા કર્યા, પરંતુ તે હજી પણ સુધર્યા નથી.