Western Times News

Gujarati News

14મી વખત જેલમાંથી બહાર આવ્યો દુષ્કર્મનો દોષી ગુરમીત રામ રહીમ

ગુરમીત રામ રહીમને ઓગસ્ટ ૨૦૧૭માં બે શિષ્યો પર દુષ્કર્મ આચર્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા

ગુરમીત રામ રહીમને હરિયાણામાં ચૂંટણી દરમિયાન ૩૦ દિવસના પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો.

હરિયાણા,  હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ ફરી એકવાર ૪૦ દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે. ભાજપ સરકારમાં તેને સતત પેરોલ અને ફર્લો મળી રહ્યા છે.

Convicted rapist Gurmeet Ram Rahim is out of jail for another 40 days on parole. He has come out on parole for the 14th time.

સરકાર હંમેશા કહે છે કે, ‘ગુરમીત રામ રહીમને જેલ મેન્યુઅલ મુજબ રજા મળે છે.’ જો કે, વર્ષ ૨૦૨૫માં તેને ત્રીજી વખત જેલમાંથી બહાર આવવાની મંજૂરી આપાઈ છે. અગાઉ ફેબ્રુઆરી અને એપ્રિલમાં ૨૧-૨૧ દિવસનો ફર્લો આપવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૫ સુધીમાં ગુરમીત રામ રહીમ ૧૪મી વખત પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે.

અહેવાલો અનુસાર, ગુરમીત રામ રહીમને હરિયાણામાં ચૂંટણી દરમિયાન ૩૦ દિવસના પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ પેરોલ ઓક્ટોબર ૨૦૨૪માં હરિયાણામાં મતદાનના ચાર દિવસ પહેલા આપવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે ગુરમીત રામ રહીમના અનુયાયીઓની મતોને પ્રભાવિત કરવાની ક્ષમતાને કારણે તેને પંજાબ અને હરિયાણાના રાજકીય નેતાઓનું સમર્થન મળ્યું છે.

ગુરમીત રામ રહીમને ઓગસ્ટ ૨૦૧૭માં બે શિષ્યો પર દુષ્કર્મ આચર્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને ૨૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯માં પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ૧૬ વર્ષ પહેલા પત્રકાર હત્યા કેસમાં તેને અને અન્ય ત્રણ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી.

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ ચંડીગઢથી ૨૫૦ કિ.મી. દૂર રોહતકની ઉચ્ચ સુરક્ષાવાળી સુનારિયા જેલમાં બંધ છે. અગાઉ હાઈકોર્ટે રામ રહીમની દત્તક પુત્રીઓના લગ્નમાં હાજરી આપવાની અરજી ફગાવી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.