Western Times News

Gujarati News

આખરે નાસાના વૈજ્ઞાનિકોને ચંદ્ર પર 100 કિલોવોટ વિજળી બનાવવા રીએક્ટરની જરૂર કેમ પડી?

ચંદ્ર પર બનશે ન્યુક્લિયર રિએક્ટર, 2030 સુધીમાં પ્રોજેક્ટ પૂરો કરવાનું પ્લાનિંગ

નવીદિલ્હી,  નાસા હવે ૨૦૩૦ સુધીમાં ચંદ્ર પર ન્યુક્લિયર રિએક્ટર બનાવીને રહેશે. આ પ્રોજેક્ટને નાસાના એડમિનિસ્ટ્રેટર સીન ડફી દ્વારા લીડ કરવામાં આવશે. ૧૦૦ કિલોવોટ ન્યુક્લિયર ફિશન રિએક્ટરની મદદથી વીજળી મેળવવામાં આવશે. લાંબા સમયના ચંદ્રના મિશન માટે આ રિએક્ટર ખૂબ જ મદદરૂપ બની શકશે.

સૂર્યની ગરમી જ્યારે ઓછી હોય ત્યારે અંતરિક્ષયાત્રી અને રિસર્ચ સ્ટેશનને એનર્જીની ખૂબ જ તકલીફ પડે છે. આથી આ રિએક્ટર તેમના માટે ખૂબ જ મદદરૂપ બની શકે છે.

આ ન્યુક્લિયર રિએક્ટરને ચંદ્રના સાઉથ પોલમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ એનર્જીની મદદથી લાંબા સમયના ચંદ્રના મિશન માટે ઘણી મદદ મળશે. ચંદ્રના આ ભાગમાં પાણી, ઓક્સિજન અને અન્ય મહત્ત્વની બાબતો હોઈ શકે છે.

અંતરિક્ષયાત્રી અને રિસર્ચ સ્ટેશનને એનર્જીની ખૂબ જ તકલીફ પડે છે આથી આ રિએક્ટર તેમના માટે ખૂબ જ મદદરૂપ બની શકે છે

સીન ડફી આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. નાસાના અગાઉના તમામ લીડર કરતાં સીન ડફી આ પ્રોજેક્ટને ખૂબ જ મહત્ત્વ આપી રહ્યા છે. તેમણે પાવર સિસ્ટમમાં વધારો કરવાની સાથે ટાઇમલાઇનને પણ બદલી નાખી છે.

ચંદ્રના મિશન માટે ન્યુક્લિયર પાવર ખૂબ જ જરૂરી છે. ચંદ્ર પર એક રાત એટલે પૃથ્વીના ૧૪ દિવસ હોય છે. આટલા દિવસ સુધી સૌર પેનલ પર નિર્ભર રહી શકાતું નથી. આથી ચંદ્ર પર મિશન કરવું હોય તો એનર્જી જરૂરી છે અને એથી જ ન્યુક્લિયર પાવરનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે.

૧૦૦-ાઉ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી વીજળી ચંદ્ર પર હેબિટાટ, માઇનિંગ ટૂલ, સાયન્ટિફિક લેબ્સ અને રોવર્સને ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે. ન્યુક્લિયર એનર્જી વગર ચંદ્ર પર મિશન શક્્ય નથી કારણ કે ત્યાં મનુષ્ય સતત રહી શકે એ શક્્ય નથી.

નાસા દ્વારા ચંદ્ર પર ન્યુક્લિયર રિએક્ટર ‘કિલોપાવર’ પ્રોજેક્ટની તૈયારી શરુ કરવામાં આવી છે. આ માટે ૨૦૧૮માં એક નાની ન્યુક્લિયર સિસ્ટમને પણ ટેસ્ટ કરવામાં આવી હતી. હાલની ડિઝાઇન એકદમ કોમ્પેક્ટ અને વજનમાં હલકી છે. એમાં ખૂબ જ હાઇ ક્વોલિટીનું યુરેનિયમનો ઉપયોગ કરવામાં આવશે. તેમ જ હીટ-ટુ-ઇલેક્ટિÙક કન્વર્ટર દ્વારા એમાંથી વીજળી જનરેટ કરવામાં આવશે.

જોકે નાસા માટે સૌથી મોટી ચેલેન્જ ન્યુક્લિયર મટીરિયલને ત્યાં લઈ જવાની છે. ખૂબ જ વજન ધરાવતાં મશીન માટે રોકેટ પણ મોટું જોઈએ. આ માટે ન્યુક્લિયર મટીરિયલ લોન્ચ કરવા માટેની પરવાનગી અને બજેટ જેવી ઘણી બાબતો મહત્ત્વની છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બજેટમાં કાપ મૂકવામાં આવ્યો હોવાથી આગામી પાંચ વર્ષમાં આ મિશન પૂરું કરવામાં આવશે કે કેમ એ સવાલ છે.

ચીન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ખૂબ જ નાનું, પરંતુ એકદમ પાવરફૂલ રિએક્ટર બનાવ્યું છે. નાસા દ્વારા જે ડિઝાઇન કરવામાં આવી છે એના કરતાં આ નાનું હોવા છતાં ખૂબ જ પાવરફૂલ હશે. અમેરિકા એને ચેલેન્જ તરીકે જોઈ રહી છે. ચીન દ્વારા સ્પેસમાં ખૂબ જ મોટાપાયે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. આથી સીન ડફી અને તેમની ટીમ પર ખૂબ જ પ્રેશર આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.