સંરક્ષણ મંત્રાલયે રૂ.૬૭,૦૦૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

લાંબા અંતરના ડ્રોન્સ, મિસાઈલ સિસ્ટમ તથા રડારની ખરીદીને લીલી ઝંડી
માઉન્ટેન રડાર્સની મદદથી, સરહદી વિસ્તારો તથા દુર્ગમ પર્વતીય ક્ષેત્રોમાં દેશની એર સર્વેલન્સ ક્ષમતામાં વધારો થશે
નવી દિલ્હી,સંરક્ષણ મંત્રાલયે મંગળવારે લાંબા અંતરના ડ્રોન્સ તથા મિસાઈલ સિસ્ટમ સહિતના રૂ. ૬૭,૦૦૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી) દ્વારા આ પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ હતી. આ વિવિધ મંજૂરીઓ અંતર્ગત, ભારતીય નૌસેના માટે કોમ્પેક્ટ ઓટોનોમસ સુપરફેસ ક્રાફ્ટ્સ, બ્રહ્મોસ ફાયર કંટ્રોલ સિસ્ટમ અને લોન્ચર્સ તથા બરાક-૧ પોઈન્ટ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના અપગ્રેડેશનનો સમાવેશ થાય છે.
કોમ્પેક્ટ ઓટોનોમસ સરફેસ ક્રાફ્ટના આગમનથી એન્ટિ-સબમરિન વોરફેર મિશન્સમાં ટાર્ગેટને ઓળખી કાઢી તેને નષ્ટ કરવાની ભારતીય નૌસેનાની ક્ષમતામાં વધારો થશે. ભારતીય વાયુ સેના માટે માઉન્ટેન રડાર્સ તથા સક્ષમ/સ્પાયડર વેપન સિસ્ટમના અપગ્રેડેશનની ખરીદીને મંજૂરી અપા હતી. માઉન્ટેન રડાર્સની મદદથી, સરહદી વિસ્તારો તથા દુર્ગમ પર્વતીય ક્ષેત્રોમાં દેશની એર સર્વેલન્સ ક્ષમતામાં વધારો થશે.ss1