પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણીય નુકસાન માટે પેનલ્ટી લાદી શકેઃ સુપ્રીમ

પર્યાવરણના સંરક્ષણ માટે ભરપાઈ અને નિવારણના પગલાં જરૂરી
દિલ્હી હાઇકોર્ટે તેના ચુકાદામાં પર્યાવરણીય નુકસાનની માંગણી કરવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સત્તાઓમાં ઘટાડો કર્યાે હતો
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં પર્યાવરણીય નુકસાન બદલ નાણાકીય પેનલ્ટી લાદવાની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સત્તાને બંધારણીય અને કાયદેસર ગણાવી છે. સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે પર્યાવરણને થયેલા નુકસાન કે ભાવિ નુકસાન બદલ બોર્ડ પેનલ્ટી વસૂલ કરી શકે છે. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે પર્યાવરણના સંરક્ષણ માટે માત્ર સજા આપવી પૂરતી નથી, પરંતુ વળતર અને નિવારણના પગલાં પણ જરૂરી છે.
ન્યાયાધીશ પીએસ નરસિંહા અને મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે વોટર એક્ટ અને એર એક્ટની જોગવાઈઓ હેઠળ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને બંધારણીય અને કાયદાકીય રીતે વાસ્તવિક અથવા સંભવિત પર્યાવરણીય નુકસાન માટે નુકસાન વસૂલવાનો અધિકાર છે. ભારતના પર્યાવરણીય કાયદાના સિદ્ધાંતોની વિચારણા કર્યા પછી અમે માનીએ છીએ કે પર્યાવરણ નિયંત્રણ બોર્ડ વોટર અને એર ધારાઓ હેઠળની સત્તાનો ઉપયોગ કરીને પર્યાવરણને થયેલા નુકસાન બદલ નાણાકીય પેનલ્ટી લાદી શકે છે અને તેને વસૂલ કરી શકે છે.
તે પર્યાવરણને ભાવિ નુકસાનને અટકાવવાના પગલાં તરીકે બેન્ક ગેરેંટી પણ માગી શકે છે.આ સત્તાઓ વોટર અને એર એક્ટની કલમ હેઠળ સશક્તિકરણ માટેની આનુષંગિક અને સહાયક સ્વરૂપની છે. આવું નુકસાન ભરપાઈ ફોજદારી દંડથી અલગ છે, કારણ કે તે દીવાની સ્વરૂપનું છે. સર્વાેચ્ચ અદાલતે ૨૦૧૨ના દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યાે હતો. દિલ્હી હાઇકોર્ટે તેના ચુકાદામાં પર્યાવરણીય નુકસાનની માંગણી કરવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સત્તાઓમાં ઘટાડો કર્યાે હતો.ss1