પતિના આડા સંબંધથી ત્રસ્ત પત્નીનો એસિડ પી આપઘાત

પત્નીની હાજરીમાં પતિ અન્ય સ્ત્રી સાથે વીડિયો કોલ કરતો
મૃતકના ભાઇએ આરોપી વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી
અમદાવાદ, નિકોલમાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધથી ત્રસ્ત પત્નીએ એસિડ પી આપઘાત કર્યાે હતો. મૃતકના ભાઈએ બનેવી વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ગોમતીપુરમાં રહેતા ૨૪ વર્ષીય ઋત્વિક પરમારની મોટી બહેનના લગ્ન ૨૦૨૩માં નિકોલમાં રહેતા દિપેન વણસોલા સાથે થયા હતા. લગ્ન બાદ યુવકની બહેન પતિના ઘરે સાસરીમાં રહેવા ગઈ હતી.
દોઢેક વર્ષ સુધી દંપતી વચ્ચે સારા સંબંધો હતા. પતિ ઓછું કમાતો હોવાથી તેણે પત્નીને નોકરી કરવાની ફરજ પાડતા પત્ની નોકરી કરવા લાગી હતી. થોડા મહિના બાદ પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધની જાણ થતા દંપતી વચ્ચે ઝઘડા થતા હતા. ગત ફેબ્›આરીમાં રાતે પત્નીની હાજરીમાં પતિ અન્ય સ્ત્રી સાથે વીડિયો કોલ કરતો હતો. આ વાતનો પત્ની વિરોધ કર્યાે તો તેની સાથે મારઝૂડ કરી છૂટાછેડા આપવાની ચમકી આપી પિયર મૂકી આવ્યો હતો.
બાદમાં સમાજના આગેવાનો અને વડીલોની સમજાવટથી મામલો થાળે પાડ્યો અને પત્નીને ઘરે પાછો લઈને આવ્યો હતો. બાદમાં પણ પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતો હોવાનું માલુમ પડતા બંને વચ્ચે તકરાર થતી રહેતી હતી. આખરે કંટાળીને પરિણીતાએ ૨૯ જૂને સાંજે સાસરીમાં જ એસિડ પીધો હતો. બે મહિનાની લાંબી સારવાર બાદ ૩ ઓગસ્ટે તેનું મોત નીપજ્યું હતું. મૃતકના ભાઇએ દિપેન કુમાર વણસોલા વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.ss1