સિરાઝની કમાલ બાદ ભારતીય ક્રિકેટમાંથી વર્કલોડ શબ્દ નીકળી જશેઃ ગાવસ્કર

ગાવસ્કરે ભારતીય ટીમના પ્રદર્શનની ભરપુર પ્રશંસા કરી
ગાવસ્કરનું માનવું છે કે સૈનિક સરહદ પર થાક્યા વિના રક્ષણ કરે છે તેમ દેશ માટે રમવામાં થાક લાગવો જોઇએ નહીં
લંડન, ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં ભારતને રોમાંચક વિજય અપાવતી બોલિંગ કરીને ઝડપી બોલર મોહમ્મદ સિરાઝે ભારતીય ક્રિકેટની ડિક્શનરીમાંથી વર્કલોડ મેનેજમેન્ટ શબ્દ કદાચ કાયમ માટે ભૂંસી નાખ્યો છે તેમ ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું.ઓવલ ખાતે રમાયેલી પાંચમી ટેસ્ટમાં ભારતે સોમવારે છ રનથી રોમાંચક વિજય હાંસલ કરીને પાંચ મેચની આ સિરીઝ ૨-૨થી ડ્રો કરાવી હતી. આમ કેપ્ટન શુભમન ગિલે તેની કારકિર્દીની પહેલી જ સિરીઝ ડ્રો કરીને શાનદાર ભૂમિકા અદા કરી હતી.
ગાવસ્કરે ભારતીય ટીમના પ્રદર્શનની ભરપુર પ્રશંસા કરી હતી પરંતુ સાથે સાથે વર્કલોડ મેનેજમેન્ટની વિચાર સામે એવો પણ સવાલ કર્યાે હતો કે દેશ માટે રમવું તે દુઃખ ભૂલી જવા બરાબર છે જે રીતે સૈનિકો સરહદ પર રાત દિવસ થાક્યા વિના નિયમિતપણે દેશનું રક્ષણ કરે છે તે રીતે કિકેટરે પણ દેશ માટે રમતી વખતે તે જ પર્યાપ્ત છે તેમ માનીને રમવું જોઇએ.ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની સિરીઝમાં સિરાઝ તમામ મેચ રમ્યો હતો અને તેમાં તેણે ૧૮૫.૩ ઓવર બોલિંગ કરીને ૨૩ વિકેટ ઝડપી હતી.
જોકે સુપર સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે આ સિરીઝમાં ત્રણ ટેસ્ટ રમ્યો હતો અને ટીમ માટે અત્યંત મહત્વની એવી પાંચમી ટેસ્ટમાંથી તે બહાર રહ્યો હતો.જોકે ગાવસ્કરે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ ટીકા બુમરાહને નિશાન બનાવીને કરી રહ્યો નથી. આ કેસ માત્ર અને માત્ર ઇન્જરી મેનેજમેન્ટનો હતો તેથી વિશેષ કાંઈ નહી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તમે તમારા દેશ માટે રમતા હોવ છો ત્યારે ઇજા અને દુખાવાને ભૂલી જાઓ. સરહદ પર તમે વિચારી શકો છો કે દેશનો જવાન ઠંડીની ફરિયાદ કરે છે? રિશભ પંતે (ઇજાગ્રસ્ત હોવા છતાં) શું દર્શાવ્યું હતું ? તે ળેક્ચર સાથે બેટિંગ કરવા આવ્યો હતો. દરેક ખેલાડી પાસેથી તમે આવી અપેક્ષા રાખતા હોવ છો. ભારત માટે ક્રિકેટ રમવું તે સન્માનની બાબત છે.ss1