ફરહાન અખ્તરની ‘૧૨૦ બહાદુર’નું ટીઝર લોંચ થયું

મેજર શૈતાન સિંહ ભાટી ૩૦૦૦ ચાઇનિઝ સૈનિકો સાથે છેલ્લી ગોળી સુધી લડશે
ફરહાન અખ્તર એક કલાકાર તરીકે કેટલો મજબુત છે તે મિલખા સિંઘ સહિતની ફિલ્મમાં સાબિત કરી ચુક્યો છે
મુંબઈ, ફરહાન અખ્તરની બહુ પ્રતિક્ષિત ફિલ્મ ‘૧૨૦ બહાદુર’નું ટીઝર લોંચ થઈ ગયું છે. ફરહાન અખ્તર અને તેની ટીમ દ્વારા મંગળવારે સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટીઝર લોંચ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ ૧૯૬૨ના રેઝિંગલનાના ભારત-ચીન યુદ્ધ પર આધારીત ફિલ્મ છે. એ વખતે ભારતના ૧૨૦ બહાદુર સૈનિકોએ ચીનના ક્›ર ૩૦૦૦ સેનિકો સામે બાથ ભીડી હતી. જેમાં ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહ ભાટીનો લીડ રોલ કરશે. આ ફિલ્મ દ્વારા તેઓ ભારતીય સેનાની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માગે છે.ફરહાન અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કર્યું હતું.
તેનાં કૅપ્શનમાં લખાયું, “આ વરદી માત્ર હિંમત નહીંસ બલિદાન પણ માગે છે! એક એવી અદ્દભુત સત્ય ઘટના પર આધારીત ફિલ્મ જે બરફ અને બલિદાન પર કોતરાઈ ગઈ છે. ૧૨૦ બહાદુર, ટીઝર આવી ગયું છે. ૨૧ નવેમ્બરે તમારી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે.”આ એક ૨ મિનિટ અને ૮ સેકન્ડનું ટીઝર છે, જેમા એક આર્મી ઓફિસર પુછે છે, “રેઝિંગ્લામાં ૧૮ નવેમ્બરે શું થયું હતું? ત્યારે એક સૈનિક ચીનના હુમલા અને ભારત તેમજ કઈ રીતે મેજર શૈતાન સિંહ માઇનસ ૨૪ ડિગ્રીમાં પણ અણનમ રહ્યાં તેની સત્ય ઘટના યાદ કરે છે.”
ફરહાન અખ્તર એક કલાકાર તરીકે કેટલો મજબુત છે તે મિલખા સિંઘ સહિતની ફિલ્મમાં સાબિત કરી ચુક્યો છે. આ ફિલ્મમાં તેનું એક બહાદુર સૈનિકનું પાત્ર પણ અને લૂક પણ દર્શકોને પ્રભાવિત કરી શક્યું છે. આ ફિલ્મમાં મેજર શૈતાન સિંઘ ૩૦૦૦ સૈનિકોના ઝૂંડ સામે છેલ્લી ગોડી, છેલ્લા ડગલાં અને લોહીનાં છેલ્લાં ટીપાં સુધી લડી લેવાની પ્રતિજ્ઞા લે છે. ટીઝરમાં મેજર શૈતાન સિંઘ કહે છે, “મારા પિતાજીએ કહ્યું છે, આ વર્દી માત્ર હિમ્મત નહીં, બવિદાન પણ માગે છે. આજે એ સમય આવી ગયો છે. મને છેલ્લી ગોળી, છેલ્લા ડગલાં અને મારા લોહીનાં છેલ્લાં ટીપાં સુધી લડવાનું મંજુર છે પણ પાછળ હટવાનું નહીં. આપણે પાછળ હટીશું નહીં.” આ ફિલ્મમાં વિવાન ભતેના અને અંકિત સિવાચ પણ મહત્વના રોલમાં જોવા મળે છે.ss1