‘રાંઝણા’ના અંતમાં AI દ્વારા થયેલો ફેરફાર યોગ્યઃ પ્રોડ્યુસર

ઇરોઝનો ‘કાયદાકીય રીતે સર્જનાત્મક પુનઃકલ્પના’ હોવાનો દાવો
આનંદ એલ રાયે ૨૦૧૩માં ‘રાંઝણા’ ફિલ્મ બનાવી હતી, જેમાં ધનુષ અને સોનમ કપૂર લીડ રોલમાં હતા
મુંબઈ,આનંદ એલ રાયે ૨૦૧૩માં ‘રાંઝણા’ ફિલ્મ બનાવી હતી, જેમાં ધનુષ અને સોનમ કપૂર લીડ રોલમાં હતા. તાજેતરમાં જ આ ફિલ્મ એઆઈ દ્વારા બદલાયેલા અંત સાથે ફરી રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મને દુઃખદ અંતના સ્થાને હેપી એન્ડીંગ સાથે રિલીઝ કરાઈ છે.આ ફિલ્મ તમિલમાં પણ રી રિલીઝ કરાઈ છે, જેમાં તેને અંબિકાપતિ નામ આપવામાં આવ્યું છે. જેની ફિલ્મના ડિરેક્ટર આનંદ રાય અને ધનુષ બંનેએ વિરોધ કર્યાે છે. તેમણે ફિલ્મનો અંત બદલવાની બાબતની ટીકા કરી છે.
ત્યારે હવે ફિલ્મની પ્રોડ્યુસર કંપની ઇરોઝ ઇન્ટરનેશનલ મીડિયા લિમિટેડ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ફિલ્મની ટીકા અંગે અને એઆઈથી બદલાયેલા ફિલ્મના અંત અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમાં આનંદ અને ધનુષની આવનારી ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ સાથે તાલમેલ અંગેની ચિંતા અંગે પણ વાત કરવામાં આવી છે.ઇરોઝે એઆઈ દ્વારા બદલાયેલા અંતને કાયદા અનુસાર અને સર્જનાત્મક પુનઃકલ્પના ગણાવ્યો હતો, પરિવર્તન નહીં. તેમણે સ્પષ્ટતા કરી કે મૂળ રાંઝણાને કોઈ અડ્યું નથી અને બધાં જ પ્લેટફર્મ પર ઉપલબ્ધ પણ છે.
નિવેદનમાં જણાવાયું છે, “અંબિકાપતિની વૈકલ્પિક છૈં-થી બદલાયેલાં અંત સાથેની રીરિલીઝ કાયદેસર રીતે સુસંગત, પારદર્શક રીતે લેબલ થયેલ અને કલાત્મક રીતે માર્ગદર્શિત સર્જનાત્મક વર્ઝન છે, જે તમિલ-ભાષી પ્રેક્ષકો માટે બનાવાયેલ છે. તે મૂળ રાંઝણાને બદલતું નથી અથવા તેમાં ફેરફાર કરતું નથી, તેને હતું તેમ જ રાખવામાં આવ્યું છે અને તમામ પ્લેટફોર્મ પર વ્યાપકપણે ઉપલબ્ધ છે. આ વર્ઝન સિનેમામાં વૈકલ્પિક એડિટ, સ્થાનિક દર્શકોને અનુકૂળ આવે એવું અને ફિલ્મ રીલીઝની એનિવર્સરી પર કશુંક વિશેષ ઓફર કરવાની વૈશ્વિક અને લાંબા સમયથી ચાલતી પરંપરાનો એક ભાગ છે.”ss1