Western Times News

Gujarati News

રિતિકની ‘વાર ૨’ યશરાજના સ્પાય યુનિવર્સની સૌથી લાંબી ફિલ્મ

વાર ૨’ને સેન્સર બોર્ડે યુએ સર્ટિફિકેટ આપ્યું

આ ફિલ્મમાં રિતિક રોશન ને જુનિયર એનટીઆર સાથે કિઆરા અડવાણી પણ છે.

યશરાજના સ્પાય યુનિવર્સનું આ છઠ્ઠું પ્રકરણ છે

મુંબઈ, આયાન મુખર્જીની યશરાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘વાર ૨’ની રિલીઝને હવે ગણતરીના દિવસો રહ્યાં છે. આ એક એવી ફિલ્મ છે, જેમાં રિતિક રોશન અને જુનિયર એનટીઆર વચ્ચે ટક્કર જોવા મળશે. સાથે જ ‘વાર ૨’ એ યશરાજના સ્પાય યુનિવર્સનાં સૌથી ભયંકર પ્રકરણ સાથેની મહત્વાકાંક્ષી ફિલ્મ હોવાનું માનવામાં આવે છે.દુનિયાભરમાં ૧૪ ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થઈ રહી છે, આવનારા વીકેન્ડમાં ફિલ્મનું એડવાન્સ બૂકિંગ પણ શરૂ થઈ જશે એવું આયોજન છે. હવે આ ફિલ્મના સેન્સર સર્ટિફિકેશન અંગે પણ કેટલાંક અહેવાલો આવી રહ્યા છે. હજુ સોમવારે જ તેની સેન્સરની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા યુએ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “કોઈ ખાસ ફેરફાર કે સુચનો વિના જ સેન્સર બોર્ડના સભ્યો દ્વારા ફિલ્મને પાસ કરી દેવાઈ છે. આ ફિલ્મનો ફાઇનલ રન ટાઇમ ૨ કલાકને ૫૩ મિનિટ એટલે કે ૧૭૩ મિનિટ છે, જેમાં ક્રેડિટ સીક્વન્સનો સમાવેશ થતો નથી, તેને થોડાં વખત પછી સર્ટિફાઇડ કરવામાં આવશે.” સુત્રએ આગળ જણાવ્યું કે સેન્સર બોર્ડના સભ્યો આ ફિલ્મથી ઘણા ખુશ છે, તેના કારણે એવી પણ આશા છે કે લોકોને આ ફિલ્મ પણ ઘણી પસંદ પડશે.સુત્રએ આગળ જણાવ્યું, “યશરાજની પહેલાં આવેલી સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘પઠાણ’ અને ‘ટાઇગર ૩’ની જેમ આ ફિલ્મમાં પણ ક્રેડિટ પછી એક મોટો સીન જોવા મળશે. તે પણ ક્રેડિટના નામ પછી પાછળથી ઉમેરાશે.

જોકે, આ સીન બધાથી છુપાવીને રખાયો છે, ફિલ્મના મહત્વના લોકો સિવાય કોઈ આ અંગે જાણતા નથી.” ‘વાર ૨’ યશરાજ સ્પાય યુનિવર્સની સૌથી લાંબી ફિલ્મ હશે, આ યુનિવર્સ ૨૦૧૨માં ‘એક થા ટાઇગર’થી શરૂ થયું છે. આ ફિલ્મનો રન ટાઇમ ૨ કલાક ૫૩ મિનિટ છે. ‘એક થા ટાઇગર’નો રન ટાઇમ ૨ કલાક ૧૨ મિનિટ, ‘ટાઇગર ઝીંદા હૈ’ ૨ કલાક ૧૨ મિનિટ, ‘વાર’ ૨ કલાક ૩૪ મિનિટ, ‘પઠાણ’ ૨ કલાક ૨૬ મિનિટ તેમજ ‘ટાઇગર ૩’નો રન ટાઇમ ૨ કલાક ૩૬ મિનિટનો હતો. આમ આ ફિલ્મ સ્પાય યુનિવર્સની સૌથી લાંબી ફિલ્મ હશે.

આ ફિલ્મમાં રિતિક રોશન ને જુનિયર એનટીઆર સાથે કિઆરા અડવાણી પણ છે. યશરાજના સ્પાય યુનિવર્સનું આ છઠ્ઠું પ્રકરણ છે. તેમાં છ મોટી સિક્વન્સ જોવા મળે છે, જે ઇન્ટરનેશનલી જાણીતી દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવી છે. તેમાં પણ રિતિક રોશનની એન્ટ્રીની સિક્વન્સ સાથે જુનિયર એનટીઆર સાથે પાઇરેટ ફાઇટની સિક્વન્સ દર્શકો માટે સૌથી મોટું આકર્ષણ રહેશે. આ ફિલ્મ વિશે સેન્સર બોર્ડના સભ્યોને લાગે છે કે ‘વાર ૨’ ૧૫ ઓગસ્ટના વીકેન્ડ માટે એક પર્ફેક્ટ ફિલ્મ છે, જે દુનિયાભરના દર્શકોને ‘ઇન્ડિયા ફર્સ્ટ’નો સંદેશ આપશે. ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.