મેં પંકજ ત્રિપાઠીને ચીઠ્ઠી લખેલી અને કોફી માટે પૂછેલું : મહુઆ મોઇત્રા

મહુઆ મોઈત્રાએ પણ કબૂલ્યું હતું કે અલીબાગમાં રહેતા પંકજ ત્રિપાઠી સામાન્ય રીતે લોકોને આ રીતે કોફી પીવા મળતા નથી
પંકજ ત્રિપાઠી પર ક્રશ હોવાની મહુઆ મોઇત્રાની કબૂલાત
મુંબઈ, મોટા રાજકરણીઓ અને નેતાઓ પણ ફિલ્મી કલાકારોના ફૅન હોઈ શકે છે, તેમના માટે કોઈ સુધી પહોંચવું મુશ્કેલ ન હોય તેમ છતાં તેમને પણ કલાકારો માટે આકર્ષણ હોઈ શકે છે. તાજેતરમાં જ જાણીતા રાજકારણી મહુઆ મોઇત્રા સાથે આવું થયું છે. તેમણે કબુલાત કરી છે કે તેમને દર્શકોના મનપસંદ કલાકાર પંકજ ત્રિપાઠી પર ક્રશ છે. તેમણે હાથથી લખેલી એક ચિઠ્ઠી પણ મોકલી હતી અને ફોન પર પણ વાત કરી હતી.
એક ઇટરવ્યુમાં મહુઆ મોઇત્રાએ જણાવ્યું કે તેને બોલિવૂડની ફિલ્મો પ્રત્યે કેટલો પ્રેમ છે અને મુન્નાભાઈ ળેન્ચાઇઝીની ફિલ્મ ઉપરાંક વિકી ડોનર અને ઓટીટી પર મિર્ઝાપુર સહિતના શો તેમના વોચલિસ્ટમાં છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ પંકજ ત્રિપાઠીના બહુ મોટા ફૅન છે. તેમણે પંકજ ત્રિપાઠી પર ક્રશ હોવાનું પણ કબૂલ્યું હતું અને ગેંગ્ઝ ઓફ વાસેપુર તેમજ મિર્ઝાપુરમાં તેમના કામના વખાણ પણ કર્યા હતા. તેમણે એક વાર પંકજ ત્રિપાઠીને ચિઠ્ઠી પણ લખી હતી પરંતુ પંકજ ત્રિપાઠીએ તેનો કોઈ જવાબ આપ્યો નહોતો.
જ્યારે પંકજ ત્રિપીઠીને મોકલેલી ચિઠ્ઠી અંગે મહુઆ મોઇત્રાએ કહ્યું કે તેણે પંકજ ત્રિપાઠીના વખાણ કર્યા હતા અને ક્યારેક કોફી પીવા માટે મળવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. એક ટીવી એન્કર મહુઆ મોઇત્રા પછી પંકજ ત્રિપાઠીનું ઇન્ટરવ્યુ કરવાના હતા, તેમના વતી સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી. સાથે મહુઆ મોઈત્રાએ પણ કબૂલ્યું હતું કે અલીબાગમાં રહેતા પંકજ ત્રિપાઠી સામાન્ય રીતે લોકોને આ રીતે કોફી પીવા મળતા નથી, તેથી તેમની મીટિંગ ક્યારેય શક્ય બની નહીં.ss1