Western Times News

Gujarati News

શ્વેતા તિવારી દિકરી પલક પાસે ઘરનાં કામ કરાવી શિસ્ત અને જવાબદારી શીખવે છે

ટીવીની દુનિયાનું જાણીતું નામ શ્વેતાએ દિકરી પલકને આઝાદી સાથે સુરક્ષા પણ મળે તે હેતુથી કેટલાક નિયમ પણ બનાવ્યા હતા

મુંબઈ, શ્વેતા તિવારીએ ટીવીની દુનિયાનું જાણીતું નામ છે. તેણે પોતાની દિકરી પલક તિવારીને એકલા હાથે ઉછેરીને મોટી કરી છે. ત્યારે એક ઇન્ટરવ્યુમાં તેણે દિકરીના ઉછેરમાં શિસ્ત અને જવાબદારી વિકસાવવા કરેલી મહેનત અંગે પણ વાત કરી હતી.શ્વેતા તિવારીએ કહ્યું, “તેને એક બજેટ આપવામાં આવતું હતું. જેમકે, મેં તેને કોઈ બાબત માટે ૨૫૦૦૦નું બજેટ આપ્યું હોય તો તે ૨૫૦૦૦થી ૩૦૦૦૦ સુધી જાય તો તેને ખબર હતી કે તેને ઘરનાં કામ કરીને તેનું વળતર વાળવું પડશે.

ઘરનાં કામનું એક આખું લિસ્ટ બનાવ્યું હતું. જેમકે, તેનું બાથરૂમ સાફ કરવું, તો એને ૧૦૦૦ રૂપિયા મળશે, જો તે પથારી સાફ કરશે તો એને ૫૦૦ રૂપિયા મળશે, જો તે વાંસણ સાફ કરશે તો તેને ૧૦૦૦ રૂપિયા મળશે. તો એ આ બધાં કામ કરશે અને જ્યારે તેને ખબર જ હોય કે તેનો ખર્ચ બજેટથી ઉપર જવાનો છે, તો એ ઘરમાં વાધારાના કામ કરવા માંડતી હતી.”શ્વેતાએ દિકરી પલકને આઝાદી સાથે સુરક્ષા પણ મળે તે હેતુથી કેટલાક નિયમ પણ બનાવ્યા હતા. શ્વેતાએ કહ્યું, “જો તમે કહ્યું છે કે તમે ૧ વાગ્યા સુધીમાં પાછા આવી જશો, તો તમે ૧ વાગે દરવાજા પર હોવા જોઈએ.

૧ વાગ્યાનો સમય ઘરો પહોંચવાનો છે, પાર્ટીમાંથી નીકળવાનો નહીં. હું કહીશ કે હું એમની મમ્મીઓને ફોન નહીં કરું, પરંતુ જો તારો ફોન બંધ છે તો, તારી સાથે જે લોકો છે, એમને હું કોલ કરીશ. જો હું એમનો પણ સંપર્ક ન કરી શકું તો હું તેમની મમ્મીઓને કોલ કરવાનું શરૂ કરીશ. કારણ કે તેમની પાસે ડ્રાઇવરની કોન્ટેક ડિટેઇલ્સ હોઈ શકે છે.”આગળ શ્વેતાએ એવું પણ કહ્યું કે, “હું થોડી ડરતી હતી કે એ એક છોકરી છે અને સમાજ થોડો વિચિત્ર છે.” શ્વેતાએ કહ્યું હતું કે પલક ૧૬ વર્ષની થઈ ત્યાં સુધી તેને મેક અપ કરવાની મનાઈ હતી.

તેની સ્કૂલ પુરી થઈ ત્યાં સુધી તેની પાસે ફોન પણ નહોતો. આજે પણ પલકની બધી જ આવક શ્વેતા તિવારી જ મેનેજ કરે છે. શ્વેતાએ કહ્યું, “હું એને અકાઉન્ટમાં પડ્યા રહેવા દેતી નથી. એ મને કહ્યા કરે છે કે, મને કંગાળ કરી નાખી, મારા પૈસા કાઢી નાખ્યા. હું એને સમજાવું છું કે તારી પાસે જેટલી બચત છે એટલી કોઈ પાસે નથી. હું તેની પાસે ચેક સાઇન કરાવું છું, બધાં જ બેંકના કાગળ પર સાઇન કરાવું છું, તેથી હું એના પૈસા બચાવી શકું અને તેમાં રોકાણ કરી શકું.”ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.