કોનપ્લેક્સ સિનેમાસ લિમિટેડનો IPO 07 ઓગસ્ટ, 2025ના રોજ ખુલશે

મુંબઈ, 04 ઓગસ્ટ, 2025 – કોનપ્લેક્સ સિનેમાસ લિમિટેડ (કોનપ્લેક્સ, ધ કંપની) એક મનોરંજન કંપની છે જે લક્ઝરી પર ધ્યાન કેન્દ્રિત કરીને સિનેમા ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી રહી છે, તેણે 7 ઓગસ્ટ, 2025ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો હેતુ એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા 51,00,000 ઇક્વિટી શેરના નવા ઇશ્યુના માધ્યમથી ₹90.27 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) એકત્ર કરવાનો છે.
આ ઇશ્યુની સાઇઝ પ્રતિ શેર ₹168 – ₹177ના પ્રાઇઝ બેન્ડ સાથે પ્રત્યેક ₹10ના અંકિત મૂલ્ય પર 51,00,000 ઇક્વિટી શેરની છે.
ઇક્વિટી શેરની ફાળવણી
- ક્યૂઆઈબી એન્કર પોર્શન – 14,52,000 ઇક્વિટી શેર સુધી
- ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર – 9,68,800 ઇક્વિટી શેર સુધી
- નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 7,27,200 ઇક્વિટી શેર કરતા ઓછા નહીં
- ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 16,96,000 ઇક્વિટી શેર કરતા ઓછા નહીં
- માર્કેટ મેકર – 2,56,000 ઇક્વિટી શેર સુધી
આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ કોર્પોરેટ ઓફિસની ખરીદી, એલઇડી સ્ક્રીન્સ અને પ્રોજેક્ટર્સની ખરીદી, કાર્યકારી મૂડીની જરૂરિયાત અને સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટે મૂડી ખર્ચની જરૂરિયાત માટે કરવામાં આવશે. એન્કર પોર્શન 06 ઓગસ્ટ, 2025ના રોજ ખુલશે અને ઇશ્યુ 11 ઓગસ્ટ, 2025ના રોજ બંધ થશે.
આ ઈશ્યુના બુક રનિંગ લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને ઈશ્યુના રજિસ્ટ્રાર MUFG ઈનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.
કોનપ્લેક્સ સિનેમાસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનીશ તુલશીભાઈ પટેલ અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાહુલ કમલેશભાઈ ધ્યાનીએ જણાવ્યું, “કોનપ્લેક્સ સિનેમા માટે સાર્વજનિક થવું એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે અમે વિકાસના અમારા આગામી તબક્કામાં આગળ વધી રહ્યા છીએ. શરૂઆતથી જ, અમારૂં ધ્યાન સિનેમાના અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવા પર એટલે કે તેને વધુ આરામદાયક, વધુ આકર્ષક અને વધુ સુલભ બનાવવા પર રહ્યું છે.
આ આઈપીઓના સમર્થન સાથે, અમે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યાં છીએ, જે અમને ઉચ્ચ-ગુણવત્તાના ધોરણો જાળવી રાખવાની સાથેસાથે શહેરી અને ઉભરતા બજારોમાં અમારા પદચિહ્નનો વિસ્તાર કરવામાં મદદરૂપ થશે.
આમાં અમારા કોર્પોરેટ હેડક્વાર્ટરની સ્થાપના કરવાનો તેમજ એલઇડી સ્ક્રીન્સ અને પ્રોજેક્ટર્સ જેવી મુખ્ય ટેકનોલોજીને અપગ્રેડ કરવાનો સમાવેશ થાય છે. અમારૂં લક્ષ્ય સરળ છે, જે ભારતભરમાં વધુ લોકોને વિશ્વસનીય અને આનંદપ્રદ સિનેમા અનુભવ પહોંચાડવાનું છે.”