અમદાવાદમાં ૮૭૬૭ મકાનો પર બુલડોઝર ફરશે

પ્રતિકાત્મક
વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાનો આપવામાં આવશે-૨૧ ભયજનક મકાનો ઉતારી લેવા સૂચના ઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહયો છે તેની સાથે સાથે પ્રાથમિક સુવિધામાં વધારો કરવાની પણ જરૂરિયાત ઉભી થઈ છે. શહેરમાં વધતી જતી વસ્તી અને વાહનો માટે હયાત રોડ નાના પડી રહયા છે
તથા જે વિસ્તારોમાં ટીપી સ્ક્રીમ ખોલવામાં જ નથી આવી તે વિસ્તારોમાં પણ રોડ બનાવવાની જરૂરિયાત ઉભી થઈ છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ અંગે ખાસ સર્વે કરવામાં આવ્યો હતો જે મુજબ અમદાવાદમાં ટીપી ખોલી રોડ તૈયાર કરવામાં આવ્યા હતાં. ૮૭૬૭ જેટલી મિલકતો પર બુલડોઝર ચલાવવાની ફરજ પડશે.
શહેરમાં જો તમામ રોડ રસ્તા ખોલવા હોય તો તેના માટે નો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જે અંતર્ગત રોડ કપાતમાં જતા મકાનો અંગેની વિગતો સામે આવી છે જેમાં ૮,૭૬૭ જેટલા મકાનો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આપવાના થાય છે. વર્ષ ૨૦૧૦ પહેલાનું બાંધકામ હોય અને જો ૫૦ ટકાથી વધારે કપાતમાં જતું હોય તો તેવા લોકોને પોલીસી અંતર્ગત વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાન ફાળવવામાં આવે છે. જેથી આટલા મકાનોની આગામી દિવસોમાં જરૂરિયાત ઊભી થઈ શકે તેમ છે.
શહેરના ઉત્તર ઝોનમાં ટીપી કપાતમાં ૧૪૭પ, મધ્ય ઝોનમાં ૧૩૩, પશ્ચિમ ઝોન- ૧૪ર૯, દ.પ.ઝોન-પ૧ર, ઉ.પ.ઝોન-૯૯૪ મિલકતમાં તોડફોડ કરવી પડશે. ઉત્તર-પશ્ચિમના થલતેજ વોર્ડમાં કેનાલીલી રોડ પર ર૦૦ મિલકતો તોડવાની ફરજ પડશે. આ ઉપરાંત કુબેરનગર, સરદારનગર, ઠક્કરબાપાનગર અને સરસપુર- રખિયાલમાં ૧૪૭૫ જેટલા મકાનો જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ચાંદલોડિયા, નવરંગપુરા, નારણપુરા વાસણા, પાલડી સહિતના વિસ્તારોમાં ૧૪૨૯ કપાતના વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આપવા પડે તેમ છે. રાણીપ વિસ્તારમાં આવતી આખી બકરા મંડી નો વિસ્તાર અને ગાયત્રી ગરનાળા પાસેના રોડ ઉપર ૨૮૦થી વધારે મકાનો કપાતમાં જાય છે.