દ્વિચક્રી વાહન ચાલકો પ્લેટનો નંબર કેમ છુપાવે છે ?

વાહનની નંબર પ્લેટનો આંકડો સ્પષ્ટતાપૂર્વક સીસીટીવી કેમેરામાં આવે નહીં તે રીતે કા તો નંબરના પતરાનો છેલ્લો આંકડો વાળી નાખે છે
ટ્રાફિકનો ભંગ કરી અને CCTVની નજરે ન ચઢી જવાય તે આશયથી નંબર પ્લેટ પર કલર લગાવે છે, બેગનો પટ્ટો ભરાવે છે, થોડોક ભાગ વાળી નાંખે છે
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ટ્રાફિક એક મોટી સમસ્યા છે એના માટે પોલીસ વિભાગ સતત કાર્યશીલ છે ટ્રાફિક સરળતાથી ચાલે તે માટે શહેરમાં અને સ્થળો ઉપર ખાસ કરીને ચાર રસ્તા સર્કલ પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
આ સીસીટીવી કેમેરા ના મારફતે ગુનાખોરીની સાથે ટ્રાફિકના નિયમોનું ભંગ થતું હોય તો પણ ચાલાકને ઝડપી એને મેમો આપવામાં આવે છે પરંતુ અમદાવાદના રાજમાર્ગ ઉપર તમે જોશો તો કેટલાક દ્વિચક્રી વાહન ચાલકો ખૂબ જ સિફત તાથી તંત્રને ઉલ્લુ બનાવવાના પ્રયાસ કરતા હોવાનું નજરે પડશે
ટુ-વ્હીલર કેટલાક વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટનો આંકડો સ્પષ્ટતાપૂર્વક સીસીટીવી કેમેરામાં આવે નહીં તે રીતે કા તો નંબરના પતરાનો છેલ્લો આંકડો વાળી નાખે છે
અથવા તો નંબર પ્લેટ નીકળી ના જાય તેવું બહાનું કરી પટ્ટી મારેલી જોવા મળે છે ખરેખર આ પ્રકારે દ્વિ ચક્રીય વાહનચાલકો સીસીટીવી થી બચવા માંગે છે કે પછી તેમાંના કેટલાક તત્વો બે નંબરના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે તેની તપાસ પોલીસ કરે તો કદાચ આમાંથી કોઈ તથ્ય બહાર આવી શકે છે
કારણ કે આમાં થી બધા ગુનો કરવા નીકળતા હોય તેવું કહી શકાય નહીં પરંતુ ટ્રાફિકના નિયમોનું ભંગ કરીને બિન્દાસ વર્તવાનું ચલણ આમાં વધારે નજરે પડે છે તેમ છતાં ટ્રાફિક પોલીસ અને જનરલ પોલીસ આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જ આવશ્યક જણાય તેવો લાગી રહ્યું છે.