અમદાવાદ યુનિવર્સિટી ખાતે આચાર્ય શ્રીરણછોડલાલજીનો હવેલી સંગીત પર કાર્યક્રમ યોજાશે

અમદાવાદ, ગોસ્વામી હવેલી – દોશીવાડા ની પોળ, કાલુપુર નાં આચાર્ય શ્રીરણછોડલાલજી દ્વારા હવેલી સંગીત પર લેક્ચર ડેમોન્ટ્રેશન નું આયોજન અમદાવાદ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ છે. રણછોડલાલજી ખૂબ જ પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતશાસ્ત્રી, વિદ્વાન કલાધર અને માનનીય ધર્મગુરુ છે.
Lecture Demonstration on Haveli Sangeet by Acharya Shri Ranchhodlalji at Ahmedabad University
આ કાર્યક્રમમાં આચાર્યશ્રી દ્વારા રચિત રાગાંગાર્ણવ રચનાઓ તથા પારંપરિક પ્રાચીન પુષ્ટિ સંગીત ની રચનાઓ રજુ કરવા માં આવશે. તદુપરાંત પુષ્ટિમાર્ગીય સંગીત પર માર્મિક વિવેચન પણ કરવામાં આવશે જેમાં યુનિવર્સિટી નાં પ્રોફેસર ડૉ લક્ષ્મી શ્રીરામ અને ડૉ આદિત્ય ચતુર્વેદી પણ ભાગ લેશે. આ સમગ્ર કાર્યક્રમ અમદાવાદ યુનિવર્સિટી- સ્કૂલ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે દિનાંક ૧૦-૮-૨૫ રવિવારે બપોરે ૩-૩૦ વાગે યોજાશે.
આ કાર્યક્રમનો લાભ લેવા ઉપસ્થિતિ મેળવવા પૂર્વ પંજીકરણ આવશ્યક છે જે ક્યૂ આર કોડ દ્વારા સ્કેન કરીને ને ઓનલાઇન પ્રક્રિયા કરવાની રહેશે. શાસ્ત્રીય સંગીત – હવેલી સંગીત રસિકો, બુદ્ધિજીવી અનુસંધાન કર્તાઓ અને પુષ્ટીમાર્ગી ભાવિકો માટે આ સુવર્ણ અવસર અમદાવાદ ખાતે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.